Sunday, April 6, 2025
Google search engine
HomeViramgam - વિરમગામવિરમગામ તાલુકાના મેલજ ખાતે આજીવીકા દિવસની ઉજવણી કરવામાં આવી

વિરમગામ તાલુકાના મેલજ ખાતે આજીવીકા દિવસની ઉજવણી કરવામાં આવી

VANDANA VASUKIYA – VIRAMGAM

 

 

– ગ્રામ સ્વરાજ અભિયાન અંતર્ગત આજીવીકા દિવસના કાર્યક્રમમાં ઉપસ્થિત મહિલાઓને જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યુ.

તાલુકા પંચાયત વિરમગામ મિશન મંગલમ યોજના દ્વારા ગ્રામ સ્વરાજ અભિયાન અંતર્ગત આજીવીકા દિવસની ઉજવણી કરવામાં આવી હતી. તા.૦૫/૦૫/૧૮ને શનિવારના રોજ પ્રાથમિક શાળા મેલજ ખાતે સવારે દિપપ્રાગટ્ય કરીને આજીવીકા દિવસના કાર્યક્રમનો શુભારંભ કરવામાં આવ્યો હતો. મેલજ ખાતે વિરમગામ તાલુકા પંચાયતના પ્રમુખ જાહિરૂબેન સિદાણીના અધ્યક્ષ સ્થાને આયોજિત કાર્યક્રમમાં પુર્વ ધારાસભ્ય તેજશ્રીબેન પટેલ, વિરમગામ નગરપાલીકા પ્રમુખ કાન્તિભાઇ પટેલ, પ્રાન્ત ઓફિસર આઇ.આર.વાળા, તાલુકા વિકાસ અધિકારી વસાવા સાહેબ સહિત મોટી સંખ્યામાં ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો, કાર્યકરો સહિત ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. અત્રે ઉલ્લેખનિય છે કે આજીવીકા દિવસના કાર્યક્રમમાં ઉપસ્થિત મહિલાઓને જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યુ હતુ.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments