NILKANTH VASUKIYA – VIRAMGAM
અમદાવાદ જિલ્લાના વિરમગામ તાલુકામાં નેશનલ પલ્સ પોલીયો અભિયાન અંતર્ગત ૦ (ઝીરો) થી ૫ (પાંચ) વર્ષના કુલ ૪૪૩૭૭ બાળકોને પોલીયોની રસીના બે ટીપા પીવડાવીને પોલીયો રોગ સામે રક્ષીત કરવામાં આવશે. વિરમગામ તાલુકામાં ૧૪૮ પોલીયો બૂથ, ૯ ટ્રાન્ઝીટ પોઈન્ટ તથા ૧૯ મોબાઈલ ટીમ દ્વાર પોલીયો સામે રક્ષણ આપતાં ટીપા પીવડાવવામાં આવશે. પોલીયો અભિયાનમાં વિવિધ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનાં ૨૮ સુપરવાઈઝર દ્વારા સઘન મોનીટરીંગ કરવામાં આવશે. વિરમગામ તાલુકામાં પોલીયો અભિયાનને સફળ બનાવવા માટે તાલુકા હેલ્થ ઓફિસ, વિવિધ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સહિતના આરોગ્ય વિભાગના અધિકારીઓ, કર્મચારીઓ જહેમત ઉઠાવી રહ્યા છે.
તાલુકા હેલ્થ ઓફિસર ડૉ.વિરલ વાઘેલાએ જણાવ્યુ હતુ કે, દેશમાં પોલીયોનો એક પણ કેસ ન થાય તે હેતુંથી પોલીયો અભિયાન ચલાવવામાં આવી રહ્યુ છે. વિરમગામ શહેર અને તાલુકાના ૬૭ ગામમાં રહેલા ૦ (ઝીરો) થી ૫ (પાંચ) વર્ષના કુલ ૪૪ હજારથી વધુ બાળકોને પોલીયોના ટીપા પીવડાવીને પોલીયોના રોગ સામે રક્ષણ આપવામાં આવશે. પોલીયો અભિયાનના પ્રથમ દિવસે વિવિધ બુથ ઉપર વિરમગામ તાલુકામા ૦ થી ૫ વર્ષના બાળકોને પોલીયોની રસી આપીને પોલીયો સામે રક્ષણ આપવામા આવશે. વિરમગામ તાલુકા હેલ્થ ઓફિસની ટીમ, વિવિધ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મેડિકલ ઓફિસર, આયુષ મેડિકલ ઓફિસર સહિત કુલ ૨૮ સુપરવાઇઝરો દ્વારા પોલીયો અભિયાનની કામગીરીનું સુપરવીઝન કરવામાં આવશે. પોલીયો અભિયાન શરૂ થાય તે પુર્વે વિરમગામ તાલુકાના તમામ ગામોમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો દ્વારા પ્રચાર-પ્રસારની કામગીરી કરવામાં આવી રહી છે અને આરોગ્ય વિભાગ ઉપરાંત વિવિધ સરકારી વિભાગોના અધિકારીઓ,કર્મચારીઓ દ્વારા પણ પોલીયો અભિયાનને સફળ બનાવવા માટે સહકાર આપવામાં આવી રહ્યો છે.