PIYUSH GAJJAR VIRAMGAM
વિરમગામ, માંડલ, દેત્રોજ મા ગ્રામ પંચાયત ની ચૂંટણીના ફોર્મ ભરવા માટે ઘસારો . વિરમગામ, માંડલ, દેત્રોજ સહિત જિલ્લાભરમાં 413 ગ્રામ પંચાયતોમાં સામાન્ય ચૂંટણી અંગે જાહેરનામુ બહાર પડી ગયુ છે.વિરમગામ તાલુકામાં -54 ,માંડલ – 33 , દેત્રોજ- 33 ગ્રામ પંચાયત ની
27 ડિસેમ્બરે ચૂંટણી યોજાશે. જ્યારે ચૂંટણી નજીક આવતા શિયાળાની ઠંડીમાં ધીમે ધીમે ગ્રામ પંચાયતોના રાજકારણમાં ગરમાવો આવશે.ગ્રામ પંચાયતોની ચૂંટણીમાં તા.5થી ફોર્મ ભરવાની શરૂઆત થઇ ગઇ છે.જેમાં તા.10 ડિસેમ્બર સુધી સરપંચ અને વોર્ડના સભ્યો બનવા માંગતા ઉમેદવારો ફોર્મ રજૂ કરી શકશે.
● 12 ડિસેમ્બરે ફોર્મની ચકાસણી
સમગ્ર રાજયની સાથે અમદાવાદ જિલ્લામાં પણ ગ્રામ પંચાયતોની સામાન્ય ચૂંટણીનું જાહેરનામુ બહાર પડતા સ્થાનીક રાજકારણમાં ગરમાવો આવી ગયો છે.અમદાવાદ જિલ્લામાં
413 ગ્રામ પંચાયતોમાં ચૂંટણી યોજાનાર છે.તા.27ના રોજ યોજાનાર મતદાન બાદ તા.29ના રોજ મતગણતરી હાથ ધરાનાર છે.ત્યારે ચૂંટણી લડવા માંગતા ઉમેદવારો આજે તા.5 થી ફોર્મ ભરવાના શ્રીગણેશ કરી દીઘા છે. તા.10 સુધી જે તે તાલુકાના ચૂંટણી અધીકારી સમક્ષ ફોર્મ રજૂ કરી શકાશે.જયારે તા.12ના રોજ ફોર્મની ચકાસણી અને તા.14ના રોજ ફોર્મ પરત ખેંચવાની તારીખ મુકરર કરવામાં આવી છે.વિરમગામ તાલુકા પંચાયત કચેરી ખાતે મદદનીશ ચૂંટણી અઘિકારી પાસેથી મળતી માહીતી મુજબ આ લખાય છે ત્યાં સુધી વિરમગામ તાલુકા ની ગ્રામ પંચાયત ની ચૂંટણી માટે કુલ -7 ફોર્મ ભરાયાં છે .