PIYUSH GAJJAR – VIRAMGAM
રાજ્યમાં ગ્રામ પંચાયતોની મધ્યસત્ર, પેટા ચૂ઼ંટણીનો કાર્યક્રમ આયોગ દ્વારા જાહેરાત કરી દેવામાં આવતા. ગ્રામ્ય વિસ્તારોમાં ચૂંટણી લડવા ઉત્સુક લોકો સરપંચ તેમજ સભ્યો માટે ફોર્મ ભરવા માટે ઘક્કે ચડ્યાં હતા. જેને લઇને ઉમેદવારી ફોર્મ નોધાવા સાથે સ્થાનિક પંચાયતની ચૂ઼ંટણીમાં ગરમાવો શરૂ થઇ ગયો હતો.
વિરમગામ તાલુકાનાં કુલ 6 ગ્રામ પંચાયતમાં સરપંચ તેમજ વોર્ડના સભ્યો માટે કુલ 95 ઉમેદવારી ફોર્મ ભરાયા હતા તેમાં 25 માર્ચે ફોર્મ પાછા ખેંચવાની અંતિમ તારીખે કુલ 24 ફોર્મ ઉમેદવારો દ્વારા પાછા ખેંચવામાં આવ્યા હતા. તેથી ગ્રામ પંચાયતની ચૂંટણીનું ચિત્ર સ્પષ્ટ થયું છે
જેમાં વિરમગામ તાલુકાનાં અન્ય પેટા ચૂંટણી માટે કુલ 17 ગામો માં યોજાવાની હતી તેમાં 11થી વઘુ વોર્ડની બેઠક અનુસુચિત જન જાતી હોવાથી તેમાં કોઇ ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી ન હતી, ત્યારે વિરમગામ તાલુકાના વણીમાં વોર્ડનં-6, લીયામાં વોર્ડનં-6, ઘોડા – કિશોલમાં વોર્ડ નં. 8, ડેડીયાસણમાં વોર્ડ નં. 12 બિન હરીફ થતાં માત્ર ખેંગારીયા ગામે વોર્ડ નં. 7 બિનહરીફ થયો છે. જેમાં સરપંચ પદ માટે ચૂંટણી યોજાશે.
ત્યારે વિરમગામ તાલુકાનાં મણીપુરા ગામે સરપંચ પદ માટે 5 તેમજ વોર્ડ માટે કુલ 14 ફોર્મ ભરાયા હતા જેમાં સરપંચ પદે 4 તેમજ વોર્ડના 8 ફોર્મ ઉમેદવારોએ પરત ખેંચ્યા હતા. તેથી આ બેઠક સમરસ ગ્રામ પંચાયત થવા પામી છે.