PIYUSH GAJJAR – VIRAMGAM
અમદાવાદ જિલ્લાના વિરમગામ તાલુકા પંચાયતની અગાઉ બે વખત તાલુકા સદસ્યના કુદરતી મોત નીપજતાં તાલુકાની 15-થોરીથાંભા બેઠકમા ખાલી પડેલ, અગાઉ પહેલી વાર કોંગ્રેસના વિજેતા ઉમેદવાર ઘારશીભાઇ ઘરમશીભાઇ કો.પટેલ જે 925 મતે વિજેતા થયાં હતાં. તેઓના કુદરતી મોત નીપજતાં તાલુકાની બેઠક ખાલી પડી હતી ત્યારે આ પેટા ચૂંટણી યોજાતા તેમાં વર્ષો બાદ ભાજપે આ બેઠક પર જીત મેળવી અને વાઘજીભાઈ ચેહરભાઇ કો.પટેલ તેઓ 16 મતે વિજયી થયા હતા પરંતુ તેઓનું પણ કુદરતી મોત નીપજતાં ફરી એકવાર આ બેઠક ખાલી પડી છે ત્યાંરે ચૂંટણીપંચ તારીખ 11 જુનના દિવસે ફરીથી પેટાચૂંટણી હાથ ઘરાઇ હતી. જેના માટે થોરીથાંભા ગામના ભાજપના ઉમદવાર કો.પટેલ છનાભાઇ હીરજીભાઇ એ ઉમેદવારી નોંધાવી હતી. ત્યારબાદ આજ સીટ પર કોંગ્રેસના ઉમેદવાર કો.પટેલ ભાઈલાલભાઈ શંકરભાઈ ઉમેદવારી નોંધાવી હતી. જેણી ચૂંટણી ગત રોજ સવારે 8 કલાકથી સાંજે 5 કલાક સુઘી મતદાન નો સમય હતો.જેમા 6 બુથમા થોરીથાંભા-1 અને થોરીથાંભા-2, લીયા-1, લીયા-2, વસવેલીયા અનેઙ લિંબડ એમ 6 બુથ ગામોનો સમાવેશ થાય છે ત્યારે થોરીથાંભા બેઠક માટે ઉત્સાહભેર મતદાન ચાલી રહ્યું હતું.
સવાર 8 થી 5 વાગ્યા સુઘીમા કુલ 68 મતદાન નોંધાયુ છે. જેણી મતગણતરી તા-13/6/2017 નો રોજ હાથ ઘરાશે.