Friday, November 22, 2024
Google search engine
HomeViramgam - વિરમગામવિરમગામ તાલુકા પંચાયતમાં મહિલા પ્રમુખના પતિદેવનું સામ્રાજ્ય...? મહિલા સશક્તિકરણની માત્ર વાતો જ, મહિલાઓની...

વિરમગામ તાલુકા પંચાયતમાં મહિલા પ્રમુખના પતિદેવનું સામ્રાજ્ય…? મહિલા સશક્તિકરણની માત્ર વાતો જ, મહિલાઓની છે આવી પરીસ્થિતી

મહિલા પ્રમુખની જગ્યાએ તાલુકા પંચાયત વિરમગામ ઓફિસે પતિદેવ વહીવટ કરી રહ્યા હોવાની ચર્ચા.

૮મી માર્ચે દેશભરમાં મહિલા દિવસની ઉજવણી કરવામાં આવશે અને મહિલા સશક્તિકરણની વાતો કરવામાં આવશે. પરંતુ મહિલા સશક્તિકરણની માત્રો વાતો કરવામાં આવી રહી હોવાનું અને મહિલાની કાંઇ અલગ જ પરીસ્થિતી હોવાનું ચર્ચાઇ રહ્યુ છે. વિરમગામ તાલુકા પંચાયતના પ્રમુખ તરીકે ભગવતીબેન લક્ષ્મણસિંહ મોરી (મહિલા અનામત) બિરાજમાન છે. પરંતુ તેમના સ્થાને તેમના પતિદેવ લક્ષ્મણસિંહ મોરી ઉર્ફે લખુભા મોરી મહિલા અનામતની પ્રમુખની ખુરશી સંભાળી રહ્યા હોવાની ચર્ચાએ જોર પકડ્યુ છે. પ્રમુખના પતિ લક્ષ્મણસિંહ મોરી ઉર્ફે લખુભા મોરી પોતે પ્રમુખ, તાલુકા પંતાયત વિરમગામની ખુરશીમાં બેસીને મનસ્વી રીતે પ્રમુખ તરીકે વહીવટ કરી રહ્યા છે અને સરકારી મીટીંગ, સેવાસેતુ કાર્યક્રમમાં ભગવતીબેન લક્ષ્મણસિંહ મોરીના બદલે તેમના પતિ લક્ષ્મણસિંહ મોરી ઉર્ફે લખુભા મોરી જ પ્રમુખ તરીકે હાજર રહે છે તેવું લોકો કહી રહ્યા છે. વિરમગામ તાલુકા પંચાયત પ્રમુખ (મહિલા અનામત) નો હોદ્દો હોવા છતાં પણ લક્ષ્મણસિંહ મોરી ઉર્ફે લખુભા મોરી ગેરકાયદે તાલુકા પંચાયત વિરમગામના પ્રમુખનો હોદ્દો ભોગવી રહ્યા હોવાનું જાણવા મળ્યુ છે. પંચાયત અધિનીયમ વિરૂધ્ધનું ગંભીર કૃત્ય કરવા બદલ વિરમગામ તાલુકા પંચાયતના પ્રમુખ તરીકે ભગવતીબેન લક્ષ્મણસિંહ મોરી વિરૂધ્ધ શિક્ષાત્મક કાર્યવાહી કરીને તાત્કાલીક અસરથી સસ્પેન્ડ કરવા માટે એક અરજદાર દ્વારા ઉચ્ચકક્ષાએ અરજી કરી હોવાનું ધ્યાનમાં આવેલ છે. આ અરજી સંદર્ભે ઉચ્ચ અધિકારી દ્વારા અહેવાલ પણ માંગવામાં આવેલ છે. અમદાવાદ જીલ્લા વિકાસ અધિકારીના મતે મહિલા પ્રમુખના સ્થાન પર તેમના પતિ સત્તાવાર મીટીંગમાં હાજર ન રહી શકે. હવે જોવાનું એ રહ્યુ કે ક્યાં સુધી વિરમગામ તાલુકામાં પંચાયતમાં આ રીતે વહીવટ ચાલતો રહેશે….?

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments