- ગુજરાત રાજ્ય યુવક બોર્ડ અને તાલુકા હેલ્થ ઓફિસ વિરમગામ દ્વારા ભોજવા ખાતે માઁ કાર્ડ/આયુષ્યમાન ભારત કાર્ડનું વિતરણ કરાયુ.
વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના જન્મ દિવસ નિમિત્તે વિરમગામ તાલુકા સહિત સમગ્ર અમદાવાદ જિલ્લાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો ખાતે ૪૦ સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યુ હતુ. આ સર્વરોગ નિદાન કેમ્પમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મેડિકલ ઓફિસર અને નિષ્ણાંત તબિબો દ્વારા દર્દીઓની તપાસ કરીને જરૂરી સલાહ, સુચન, સારવાર નિઃશુલ્ક આપવામાં આવી હતી. જરૂરીયાત મુજબ દર્દીઓની સ્થળ પર લેબોરેટરી તપાસ કરવામાં આવી હતી. આ ઉપરાંત ગુજરાત રાજ્ય યુવક બોર્ડ અને તાલુકા હેલ્થ ઓફિસ વિરમગામના સંયુક્ત ઉપક્રમે ભોજવા ગામમાં વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીજીના જન્મ દિવસ નિમિત્તે માઁ કાર્ડ / આયુષ્યમાન ભારત કાર્ડ વિતરણ કાર્યક્રમ યોજાયો હતો.
તાલુકા હેલ્થ ઓફિસર ડો.વિરલ વાઘેલાએ જણાવ્યુ હતુ કે, અમદાવાદ જીલ્લાના મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.શિલ્પા યાદવ, જીલ્લા આરસીએચઓ ડો.ગૌતમ નાયક અને જીલ્લા રોગચાળા નિયંત્રણ અધિકારી ડો.ચિંતન દેસાઇના માર્ગદર્શન મુજબ વિરમગામ સહિત અમદાવાદ જિલ્લાના વિવિધ ૪૦ પ્રા.આ.કેન્દ્ર પર વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના જન્મ દિવસ અંતર્ગત સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યુ હતુ. આ કેમ્પમાં તાવ, ઝાડા, શરદી, ઉધરસ, પાંડુરોગ, બ્લડ પ્રેશર, ચામડીના રોગ, ડાયાબીટીશ, આખના રોગ, શંકાસ્પદ સર્વાઇકલ કેન્સર, શંકાસ્પદ બ્રેસ્ટ કેન્સરની તપાસ કરવામાં આવી હતી. આ ઉપરાંત લોકોને જુથ ચર્ચા અને કાઉન્સલીંગ સેશન દ્વારા આરોગ્ય શિક્ષણ આપવામાં આવ્યુ હતુ.