NILKANTH VASUKIYA – VIRAMGAM
તાલુકા હેલ્થ ઓફિસ વિરમગામ દ્વારા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ગોરૈયા ખાતે નેશનલ આયર્ન પ્લસ ઇનેશેટીવ (નિપી) કાર્યક્રમ અંતર્ગત શિક્ષકો, આંગણવાડી કાર્યકર, આશા વર્કર સહિત આરોગ્ય કર્મચારીઓને તાલીમ આપવામાં આવી હતી. આ તાલીમમાં તાલુકા હેલ્થ ઓફિસર ડો.વિરલ વાઘેલા, મેડિકલ ઓફિસર ડો.સંગીતા પટણી, નીલકંઠ વાસુકીયા, અતુલ પીઠવા, હાર્દીકા ગોસ્વામિ સહિત આરોગ્ય કર્મચારીઓ ઉપસ્થીત રહ્યા હતા.
તાલુકા હેલ્થ ઓફિસર ડો.વિરલ વાઘેલાએ જણાવ્યુ હતુ કે, એનેમીયા (પાંડુંરોગ) એ લોહતત્વની ઉણપથી થતો એક રોગ છે. પાંડુંરોગ રોગ શરીરમાં લોહતત્વની ઉણપથી થાઇ છે. પાંડુરોગમાં અશક્તિ, થાક, શ્રમ કરવાથી થાક લાગવો, જીભ અને હોઠમાં ફીક્કાસ, નખમાં ચમચી આકારના ખાડા જોવા મળવા, પગ અને મો ઉપર સોજા ચડી જાઇ છે, કામકાજમાં નિરાશા વધવા લાગે વગેરે જેવા ચીન્હો જોવા મળે છે. એનેમીયા કોઇ પણ ઉમરની વ્યક્તિઓને થઇ શકે છે પણ કેટલાક લોકોને આ રોગ થવાનુ જોખમ વધારે હોઇ છે. ૧૫ થી ૪૫ વયની મહીલાઓને ખાસ કરીને સગર્ભા સ્ત્રીઓને, ધાત્રીમાતાને તથા તરુણ વયે અને ૬ થી ૨૪ માસનાં બાળકોને પાન્ડુરોગ થવાનુ જોખમ સૌથી વધારે હોય છે.
– આયર્ન ફોલીક એસીડની ગોળી તથા લોહતત્વયુક્ત ખોરાક લેવાથી પાંડુરોગ અટકાવી શકાય છે.
પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ગોરૈયાના મેડિકલ ઓફિસર ડો.સંગીતા પટણીએ જણાવ્યુ હતુ કે, શાળાના બાળકોને દર અઠવાડીયે એક વખત આયર્નની ભુરી ગોળી આપવામાં આવે છે. લીલા પાંદ્ડા વાળા શાકભાજી જેમ કે મેથી, પાલક, સરગવાના પાન, કોથમીર, મીથો લીંમડો, મુળાના પાન, ઘઉ, જુવાર, બાજરી વગેરે આખુ ધાન, ફણગાવેલા કઠોળ, મગફળી, અને તેલ જેવા તેલીબીયા, ખજુર અને ગોળ વગેરેમાંથી આયર્ન ભરપુર માત્રામાં મળે છે.