– આરોગ્યના કાર્યક્રમોને લોકસમુદાય સુધી લઈ જવા માટે સપ્તધારાનું ખૂબ જ મહત્વનું પ્રદાન છે.
– તાલુકા હેલ્થ ઓફિસ વિરમગામ ખાતે આશા બહેનો દ્વારા નાટક, ગીત, પપેટ શો સહીતના કાર્યક્રમો રજુ કરવામાં આવ્યા.
આજના આધુનિક યુગમાં મોબાઇલ, ટીવી, કોમ્પ્યુટરના કારણે કઠપૂતળી (પપેટ) સહિતના પરંપરાગત માધ્યમો ભુલાતા જાય છે ત્યારે અમદાવાદ જિલ્લાના તાલુકા હેલ્થ ઓફિસર વિરમગામ ખાતે તાલુકા હેલ્થ ઓફિસર ડો.વિરલ વાઘેલાના માર્ગદર્શન મુજબ આશા બહેનોને “સપ્તધારા થી સ્વાસ્થ્ય” અંગે માહીતી આપવામાં આવી હતી. આશા બહેનોને પપેટ, સર્જનાત્મક ધારા, જ્ઞાન ધારા, નૃત્ય ધારા, સંગીત ધારાની તાલીમ આપવામાં આવી હતી. તાલુકા હેલ્થ ઓફિસ વિરમગામ ખાતે આશા બહેનો દ્વારા નાટક, ગીત, પપેટ શો સહીતના કાર્યક્રમો રજુ કરવામાં આવ્યા હતા. આશા બહેનોને તાલુકા હેલ્થ ઓફિસ વિરમગામના નીલકંઠ વાસુકિયા અને ગૌરીબેન મકવાણા દ્વારા તાલીમ આપવામાં આવી હતી.
“સપ્તધારા થી સ્વાસ્થ્ય” ની તાલીમ મેળવ્યા બાદ આશા બહેનોએ જણાવ્યુ હતુ કે, અમે સપ્તધારાની વિવિધ કલાઓ દ્વારા જનસમુદાયમાં આરોગ્યના સંદેશાઓ પહોંચાડી ને માતા મરણ ઘટાડી શકીશું. બાળ મરણ ઘટાડી શકીશું. તમામ બાળકો નું સંપૂર્ણ રસીકરણ કરાવી શકીશું. માતાઓ કિશોરીઓનું પોષણ સ્તર સુધારી શકીશું. માતાઓને પાંડુરોગ થી મુક્ત કરી શકીશું. ઓછા વજન વાળા બાળકો ન જન્મે અને તંદુરસ્ત બાળકો જન્મે તે માટેની જનજાગૃતિ તેમજ દીકરા દીકરી વચ્ચેના ભેદભાવ દૂર કરવા જનગગૃતિ કરીશું. રોગચાળો અટકાવી શકીશું. પરિવાર કલ્યાણની જાણકારીથી “સીમિત પરિવાર સુખ અપાર” સમજાવીશું. માનસિક આરોગ્ય અને બીનચેપી રોગો ડાયાબીટીસ બી.પી. જેના માટેની જનજાગૃતિ કરીશું. આમ સપ્તધારા થી સ્વાસ્થ્ય ના સંદેશ ને ઘરે ઘરે ગુંજતો કરીશું.