PIYUSH GAJJAR – VIRAMGAM
ગુજરાત રાજ્ય નગરપાલિકા કર્મચારી મહામંડળ દ્વારા સમગ્ર રાજ્યના નગરપાલિકાના કર્મચારીઓ સાતમાં પગાર પંચ તથા અન્ય સેવાકીય લાભો તેમજ જે નગરપાલિકાને કર્મચારીઓને છઠ્ઠા પગારપંચનો લાભ મળેલ નથી તેની રજુઆત છેલ્લા છ માસથી મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી સહિત દરેક સ્થળે કરવામાં આવી છે, તેના અનુસંધાનમાં રાજ્ય સરકાર દ્વારા કોઇ હકારાત્મક પગલાં લેવામાં ન આવતાં સમગ્ર ગુજરાત રાજ્ય નગરપાલિકા કર્મચારી મહામંડળના કર્મચારીઓએ આજરોજ પોતાની ફરજ પર કાળી પટ્ટી ઘારણ કરી વિરોઘ નોંઘાવ્યો હતો. જેમાં વિરમગામ નગરપાલિકાના કર્મચારીઓ પણ જોડાયાં છે. તેમજ આગામી 9મી મે 2017 ના રોજ ઉપ્ર્યુક્ત માંગણીઓ સાથે વિરમગામ પ્રાંત અઘિકારીને તેઓ આ બાબતે આવેદન પત્ર પણ પાઠવવાના છે.