PIYUSH GAJJAR – VIRAMGAM
ગુજરાત રાજ્ય નગરપાલિકા કર્મચારી મહામંડળ દ્વારા સમગ્ર રાજ્યના નગરપાલિકાના કર્મચારીઓ સાતમાં પગાર પંચ તથા અન્ય સેવાકીય લાભો તેમજ જે નગરપાલિકાને કર્મચારીઓ ને છઠ્ઠા પગારપંચનો લાભ મળેલ નથી તેની રજુઆત છેલ્લા છ માસથી મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી સહિત કરવામાં આવી છે તેના અનુસંધાનમાં રાજ્ય સરકાર દ્વારા કોઇ હકારાત્મક પગલાં લેવામાં ન આવતાં સમગ્ર ગુજરાત રાજ્ય નગરપાલિકા કર્મચારી મહામંડળના કર્મચારીઓએ આજરોજ રાજ્યભરમાં નગરપાલિકાના કર્મચારીઓ દ્વારા આજથી 3 દિવસ 21, 22 અને 23 જુન એમ 3 દિવસ કર્મચારીઓ હડતાળ પર ઊતર્યા છે. ત્યારે વિરમગામ નગરપાલિકાના આશરે 100 થી વઘુ કર્મચારીઓ આ હડતાળમાં જોડાયાં છે ઉલ્લેખનીય છે કે બીજી બાજુ 3 દિવસ કર્મચારીઓ હડતાળ પર તેમજ 24, 25 અને 26 જાહેર રજા હોવાથી લોકો 6 દિવસ આવશ્યક સેવાઓ નહિં મળવાનાં કારણે મૂશ્કેલી વઘશે તે વાસ્તવિક છે.