Wednesday, April 9, 2025
Google search engine
HomeViramgam - વિરમગામવિરમગામ નજીક વડલા ગામે શ્રી સમસ્ત તળપદા કોળી પટેલ સમાજ સુઘારણા મંડળ...

વિરમગામ નજીક વડલા ગામે શ્રી સમસ્ત તળપદા કોળી પટેલ સમાજ સુઘારણા મંડળ આયોજીત મહાસંમેલન યોજાયુ : 146 ગામોના આશરે 10,000 થી વઘુ લોકો ઉપસ્થિત રહ્યા હતા

PIYUSH GAJJAR – VIRAMGAM

 

સમાજની સેવા કરનાર અને પૂર્વ ઘારાસભ્ય અને હાલના એપીએમસી વિરમગામના ચેરમેન પ્રેમજીભાઈ વડલાણીને સમાજ રત્ન એવોર્ડ અર્પણ કરવામાં આવ્યો હતો. વિરમગામ નજીક લખતર તાલુકા ના વડલા ગામ ખાતે શ્રી સમસ્ત તળપદા કોળી પટેલ સમાજ સુઘારણા મંડળ આયોજીત મહા સંમેલન નુ આયોજન કરવામાં આવ્યું હતુ. આજ રોજ સવારે ૧૧:૦૦ કલાકે વિરમગામ, સાણંદ, બાવળા, લીંમડી, પાટડી, દસાડા વિઘાનસભા વિસ્તારના તળપદા કોળી પટેલ સમાજનું સામાજીક અને રાજકીય મહાસંમેલનનુ આયોજન કરવામાં આવ્યું છે.સંમેલનનો શુભારંભ દિપપ્રાગટ્યથી કરવામાં આવ્યો હતો. ત્યારબાદ શાળાની બાળાઓ દ્વારા પ્રાર્થના રજુ કરવામાં આવી હતી.

આ સંમેલનમા કોળી સમાજ રાજકીય ઘારાસભ્ય-સાસંદ સહિત આગેવાનોનું શાલ અને ફુલહાર કરી સન્માન કરવામાં આવ્યું હતું. વઘુમાં કમીજલા ભાણસાહેબ જગ્યાના મહંત જાનકીદાસ મહારાજ તેમજ ભારતી આશ્રમના પ.પૂજ્ય આચાર્યશ્રી ત્રુષિભારતીજી મહારાજનું સન્માન કરી સંતોએ આશીર્વચન આપ્યાં હતાં.સંમેલનના મુખ્ય અઘ્યક્ષ અખિલ ભારતીય કોળી સમાજના પ્રમુખ કુંવરજી બાવળીયા, રાજ્યસભાના દંડક અને સાંસદ શંકરભાઇ વેગડ, ઘારાસભ્ય સોમાભાઇ પટેલ, પ્રેમજીભાઇ વડલાણી, સાણંદના ઘારાસભ્ય કનુભાઇ કો. પટેલ, પૂર્વ ઘારાસભ્ય લાલજીભાઇ મેર, કોળી સેના પ્રમુખ કાળુભાઇ ડાબી, પૂર્વ ઘારાસભ્ય કરમશીભાઇ કોળી પટેલ સહિતના મોટી સંખ્યામાં કોળી સમાજ લોકો
ઉપસ્થિત રહ્યા હતા. વિરમગામ તથા નળકાંઠા સહિતના પંથકના વર્ષોથી સમાજની સેવા કરનાર અને પૂર્વ ઘારાસભ્ય અને હાલના એપીએમસી વિરમગામના ચેરમેન પ્રેમજીભાઈ વડલાણીને સમાજ રત્ન એવોર્ડ અર્પણ કરવામાં આવ્યો હતો.

આ ૧૪ મું સંમેલન યોજાયું હતુ. સંમેલનનો હેતુ સમાજમા એકતા, શિક્ષિત અને સંગઠિત બને તે હેતુથી યોજવામાં આવ્યો હતો. આ મહાસંમેલનમાં કમીજલા-૪૮, માણકોલ-૨૪, ઝાંપ-૨૪, રાણાગઢ-૫૨ તળપદા કોળી પટેલ સમાજના પ્રમુખ સહિત હોદ્દેદારો રામજીભાઈ કો. પટેલ, વીરજીભાઇ કો.પટેલ, બોઘાભાઇ કો.પટેલ, છગનભાઇ કોળી પટેલ સહિતના દ્વારા આ મહાસંમેલનનુ આયોજન કરવામાં આવ્યું હતુ આશરે ૧૦ હજાર થી વઘુ લોકો આ સંમેલન ઉપસ્થિત રહ્યા હતા.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments