PIYUSH GAJJAR – VIRAMGAM
અમદાવાદ જિલ્લાના વિરમગામ તાલુકાના મુખ્ય મથક વિરમગામ શહેર સહિત ગ્રામ્ય વિસ્તારોમાં છેલ્લા 4 દિવસ થી વરસાદ વચ્ચે શહેરના નિચાણવાળા વિસ્તારમાં વરસાદી પાણી ભરાયાં છે. ત્યારે વિરમગામ તાલુકાના અને નળકાંઠાના ગ્રામ્ય વિસ્તારોમાં જ્યાં વરસાદથી ચારેબાજુ ખેતરોમાં પાણી ભરાયાં છે. ત્યારે ભારે વરસાદના લીઘે નળકાંઠાના જેતાપુર અને રેથલ ગામ વચ્ચે ગળનાળુ તુટતાં બંને સંપર્ક વિહોણા બન્યાં છે. એક ગામ થી બીજા ગામ જવા માટેની અવર જવર બંઘ છે. તેમજ નળકાંઠાના થુલેટા અને જેતાપુર ગામમાં મુખ્ય રસ્તા પર વરસાદી પાણી ફરી વળતાં વાહન વ્યવહારને મોટું નુકશાન થયું છે. તેમજ સમગ્ર નળકાંઠાના મોટા ભાગના ગ્રામ્ય વિસ્તારોનાં ખેતરોમાં વરસાદી પાણી ભરાઇ રહેતાં ખેતીમાં મોટું નુકશાન થવાની ભીતી સર્જાઈ છે. મળતી માહિતી અનુસાર નળકાંઠાના જેતાપુર ગામમાં વરસાદ થી 2 મકાનો ઘરાશયી થયાં છે. જો કે સદનશીબે કોઈ જાનહાની થવાં પામી નથી.