અમદાવાદ જિલ્લાના વિરમગામ તાલુકાના મુખ્ય મથક વિરમગામ પાણી પુરવઠાના હાંસલપુર જુથના હેડવર્કસમા જુના કોન્ટ્રાક્ટ પર હાંસલપુર, શાહપુર અને શિયાળ એમ 3 હેડવર્કસના 70 થી વઘુ કામદારો છેલ્લા 5 -7 વર્ષોથી કામ કરે છે. પરંતુ તાજેતરમા 1 જુલાઇ થી પાણી પુરવઠામા રાજકોટની નવી એજન્સી પુજા કન્ટ્રક્સનને કામ સોંપતા જુના કામદારોને કાઢી મૂકાતાં કામદારોએ હોબાળો મચાવ્યો હતો અને આ બાબતે રજુઆત કરી હતી. હાલતો આ મજુર – કામદારો વિરમગામ હાંસલપુર પાસે આવેલ પાણી જુથના હેડવર્કસ બહાર રોષ ઠાલવ્યો હતો. કામદારોની માંગ છે કે એજન્સી ભલે બદલાતી હોય પરંતું અમો ઘણા સમયથી કામ કરીએ છીએ તો અમો રોજગારી મેળવવા ક્યાં જઇએ એમ રોષ ઠાલવ્યો હતો.
આ બાબતે વિરમગામ પાણી પુરવઠાના નાયબ કાર્યપાલક ઈજનેર પ્રિતિબેન ચૌહાણનો સંપર્ક સાધતા તેમણે જણાવ્યું હતું કે હાલ ટેન્ડર પ્રમાણે નવી એજન્સીને કામ સોંપવામાં આવ્યું છે. તેથી નવા કોન્ટ્રાક્ટ પ્રમાણે કામદારો આવશે એમ જણાવ્યું હતું.