PIYUSH GAJJAR – VIRAMGAM
અમદાવાદ જિલ્લાનાં વિરમગામ, માંડલ અને દેત્રોજ તાલુકામાં કરાર આધારિત વિવિધ વિભાગોમાં ફરજ બજાવતા કર્મચારી ઓએ વિવિધ માંગણીઓ સરકારના કાને પહોંચાડવા ધારા-સભ્યને આવેદનપત્ર આપવામાં આવ્યું છે. વિધાનસભા સત્રમાં ડૉ.તેજશ્રીબેન પટેલ ધારાસભ્ય વિરમગામ દ્વારા રાજ્ય સરકાર માં રજૂઆત થાય તેવા હેતુસરથી આવેદનપત્ર આપવામાં આવ્યું છે. વિરમગામ માંડલ અને દેત્રોજ તાલુકામાં ગ્રામ વિકાસ વિભાગની વિવિધ શાળાના કર્મચારીઓની સમાન કામ, સમાન વેતન અને સમાન જોબ સિક્યોરીટી આપવા બાબતે ડો.તેજશ્રી બેનરો પટેલને મળ્યા હતા. આ આવેદનપત્રમાં લખેલ હતું કે અમો બધા કરાર આધારિત કર્મચારીઓ ઓછા પગારમાં નોકરી કરીએ છીએ. અમોની માંગ છે કે સમાનકામ – સમાન વેતન અને સમાન જોબ સિક્યોરીટી મળે આ બાબતે વિરમગામ ધારાસભ્યને આવેદનપત્ર અપાયું હતું.