PIYUSH GAJJAR – VIRAMGAM
વિરમગામ તાલુકા પંચાયત પ્રમુખ તરીકે કમરૂદિન વલીભાઇ સિદાણી અને ઉપપ્રમુખ તરીકે ભાજપના સદસ્ય પટેલ માઘવીબેન જનકભાઇ વિજેતા જાહેર ભાજપના સદસ્ય કમરૂદિન વલીભાઇ સિદાણીને મેન્ડેટ ન મળતા ભાજપના સમર્થન સદસ્યો અને 2 કોંગ્રેસના સદસ્યો અને 1 અપક્ષ સાથે રહીને બહુમતી મેળવી પ્રમુખ પદે વિજેતા થયા, ગઇ કાલે કમરૂદિન વલીભાઇ સિદાણીએ ભાજપ સાથે બળવો કરી પ્રમુખ પદે અપક્ષ ઉમેદવારી તરીકે ફોર્મ ભર્યુ હતુ. આમ વિરમગામ તાલુકા પંચાયતમા અપક્ષ સંગઠન બનાવ્યું છે.
અમદાવાદ જિલ્લાના વિરમગામ, માંડલ અને દેત્રોજ તાલુકાની તાલુકા પંચાયતોનો કાર્યકાળ આગામી ૨૧ જુને પૂર્ણ થાય છે. શાસક પક્ષના અઢી વર્ષ બાદ આજરોજ ૧૯ જુને પ્રમુખ ઉપપ્રમુખ ની ચૂંટણી યોજાઇ હતી. અત્યાર સુધી વિરમગામ
તાલુકા પંચાયત મા કુલ ૨૦ સદસ્યો છે. જેમા ભાજપ કોંગ્રેસના ૧૦ – ૧૦ સભ્યો છે. ગઇ ટર્મમા કોંગ્રેસના એક સદસ્ય ગેરહાજર રહેતા ભાજપે સત્તા મેળવી હતી. ઉપરાંત તાજેતરમાં વિઘાનસભા – ૨૦૧૭ ની ચૂંટણી પૂર્વે તાલુકા પંચાયત ના કોંગ્રેસના ૫ (પાંચ) સદસ્યનો જુથ ભાજપના ભળ્યુ હતુ. ત્યારે આજરોજ વિરમગામ તાલુકા પંચાયત ચૂંટણી મા પ્રમુખ તરીકે કમરૂદિન વલીભાઇ સિદાણી અને ઉપપ્રમુખ તરીકે ભાજપના પટેલ માઘવીબેન જનકભાઇ વિજેતા જાહેર ભાજપના સદસ્ય કમરૂદિન વલીભાઇ સિદાણીને મેન્ડેટ ન મળતા પ્રમુખ પદે અપક્ષ ઉમેદવારી નોંઘાવી હતી અને આજે ચૂંટણીમાં ભાજપના સમર્થન સદસ્યો અને 2 કોંગ્રેસના સદસ્યો અને એક અપક્ષ ઉમેદવાર ઘ્રૃવભાઇ જાદવ સદસ્યો સાથે રહીને બહુમતી મેળવી પ્રમુખ પદે કમરૂદિન વલીભાઇ સિદાણી ને પદે વિજેતા બનાવ્યા હતા. જ્યારે અમદાવાદ જિલ્લાના માંડલ તાલુકા પંચાયતમા કોંગ્રેસ ફરી સત્તા મેળવવી છે. પ્રમુખ
તરીકે કોંગ્રેસના જીજીબેન રમુજી ઠાકોર અને બિનહરીફ અને ઉપપ્રમુખ તરીકે પરસનબા ગજેન્દ્રસિંહ ઝાલા વિજય થયા છે જ્યા માંડલ તાલુકા પંચાયતમા કોંગ્રેસના ૧૩ અને ભાજપના ૦૩ સદસ્યો હતા. ત્યારે દેત્રોજ તાલુકા પંચાયત પણ ભાજપ-કોંગ્રેસના ૮ – ૮ સદસ્યો હતા જેમાથી કોંગ્રેસના એક સદસ્ય ગેરહાજર રહેતા ભાજપે સત્તા મેળવી હતી દેત્રોજમા પ્રમુખ પદે ભાજપના રંજનબા નવુભા સોલંકી અને ઉપ પ્રમુખ પદે શુશીલાબા લક્ષમાનસિંહ સોલંકીની બહુ મતે વરણી કરવામાં આવી છે.