Tuesday, January 7, 2025
Google search engine
HomeViramgam - વિરમગામવિરમગામ, માંડલ, દેત્રોજ સહીત જિલ્લામાં ગરમીનાં લીધે પાણીજન્ય રોગચાળો વકર્યો : દવાખાના...

વિરમગામ, માંડલ, દેત્રોજ સહીત જિલ્લામાં ગરમીનાં લીધે પાણીજન્ય રોગચાળો વકર્યો : દવાખાના દર્દીઓથી ઉભરાયા.

piyush-gajjar-viramgam

logo-newstok-272-150x53(1)

PIYUSH GAJJAR – VIRAMGAM

● છેલ્લા એક અઠવાડીયા માં 300 થી પાણીજન્ય રોગોના કેસો નોઁઘાયા.

વિરમગામ શહેર સહીત ગ્રામ્ય વિસ્તારોમાં એકબાજુ ગરમીનો પારો દિનપ્રતિદિન ઊંચો જઈ રહ્યો છે, ત્યારે ગરમીથી રાહત મેળવવા પાણી, ઠંડા પીણા અને આઇસક્રીમ, લસ્સી તથા જયૂસ વગેરે પ્રકારનાં ખાદ્યપદાર્થો ઉપર તૂટી પડતાં શહેરીજનોએ સાવચેતી રાખી રહ્યા છે બીજી બાજુ વિરમગામ સરકારી હોસ્પિટલમાં તેમજ ખાનગી હોસ્પિટલ પાણીજન્ય રોગો થી દવાખાના ઓ ઉભરાયા છે પાણીજન્ય રોગો ઝાડા-ઉલટી, માથુ ઉચકાવુ,ટાઇફોઇડ, મેલેરીયા, કમળો, તાવ સહિત ના રોગચાળો વકર્યો છે.
જો વિરમગામ શહેરમાં સરકારી હોસ્પિટલમાં સારવાર લીઘેલ દર્દી ઓની વાત કરીએ તો સરકારી હોસ્પિટલમાં છેલ્લા 10 દિવસ મા ઝાડા-ઉલટી ના 60 થી વઘુ, ટાઇફોઇડ ના 20 થી વધુ, કમળાના 15 થી વધુ, તાવ- માથું ઉંચકવા ના 40 થી વધુ કેસો માત્ર સરકારી હોસ્પિટલમાં નોંધાયા છે. બીજી બાજુ શહેર ની ખાનગી હોસ્પિટલ માં પણ ઠેર-ઠેર જગ્યાઓ પર દર્દી ઓ માંદગી ના ખાટલા મા સપડાયા છે.
વિરમગામ શહેરમાં સરકારી તેમજ ખાનગી હોસ્પિટલ એક અઠવાડીયા મા 300 થી વઘુ કેસો નોંધાયા. ઉનાળાની શરૂઆત થી જ પાણીજન્ય રોગચાળો નો આંક વઘતો જાય ગરમીના કારણે તેમજ પાણીજન્ય રોગચાળો વકર્યો છે. ઉનાળામાં સાવચેતીથી રાખવી.
ડો-વિરલ વાઘેલા ,મેડીકલ ઓફીસર ,વિરમગામ બ્લોક હેલ્થ ઉનાળાની ઋતુ દરમ્યાન ખુલતા, સફેદ અને સુતરાઉ કપડા પહેરવા જોઇએ. નાના બાળકો, સગર્ભા માતાઓ, વડીલો, અશક્ત વ્યક્તિઓએ તડકામાં ફરવુ નહિ. દિવસ દરમ્યાન પુષ્કળ પ્રમાણમાં પ્રવાહી પીવુ જોઇએ. શક્ય હોય તો લીંબુનું સરબત બનાવીને પીવું જોઇએ. ભીના કપડાથી માથું ઢાંકી રાખવુ અને જરૂર જણાય તો અવાર નવાર ભીના કપડાથી શરીર લુછવુ જોઇએ. ગરમીની ઋતુ દરમ્યાન બને ત્યા સુધી ભુખ્યા ન રહેવુ જોઇએ. માથાનો દુઃખાવો, બેચેની, ચક્કર, ઉબકા કે તાવ આવે તો તરત જ નજીકના સરકારી દવાખાનો સંપર્ક કરવો જોઇએ તથા ડોક્ટરની સલાહ-સારવાર લેવી જોઇએ.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments