અમદાવાદ જિલ્લાના વિરંગામમાં જય રણછોડ માખણ ચોર, મંદિરમા કોણ છે રાજા રણછોડ છે. ગગનભેદી નાદ લાગ્યો…
અષાઢીબીજના વિરમગામ શહેર સહિત રાજ્યભરમાં અનેક તાલુકા અને જિલ્લા મથકોમાં ભગવાન જગન્નાથની રથયાત્રા યોજાઇ હતી. વિરમગામ શહેરના ઐતિહાસિક રામમહેલથી દર વર્ષની જેમ વર્ષે પણ આજે અષાઢી બીજના દિવસે 400થી વધુ વર્ષ પૌરાણિક રામ મહેલ મંદિરથી સવારે 8:30 કલાકે ભગવાન જગન્નાથજી, ભાઇ બલભદ્રજી તથા બહેન સુભદ્રાજી રથમાં બિરાજી વિરમગામની ધરતી પર પરિક્રમા સ્વરૂપે 36 રથયાત્રા પ્રસ્થાન થઇ હતી રથયાત્રા માં હૈયે હૈયું દળાય એવી અઘઘ જનમેદની આ ભવ્ય રથયાત્રામાં જોડાઇ હતી. આ રથયાત્રામાં સંતો-મહંતો, રાજકીય અગ્રણીઓ અનેક શ્રદ્ધાળુઓ જોડાયાં હતા.
બપોરે 12 કલાકે શહેરના ગોલવાડી દરવાજા પાસે મોંઘેરુ મામેરુ યોજવામાં આવ્યું હતું. ત્યાર બાદ 4-5 હજાર ભક્તોએ મહાપ્રસાદનુ આયોજન કરવામાં આવ્યું હતું. સમગ્ર રથયાત્રા દરમિયાન જય રણછોડ માખણ ચોર, મંદિર મા કોણ છે રાજા રણછોડ છે. વિવિઘ ગગનભેદી નાદ સાથે વિરમગામ શહેર જય જગન્નાથ ના રંગ મા રંગાયુ હતું. આ રથયાત્રા વિરમગામ શહેરનાં ઐતિહાસિક રામમહેલ મંદિર થી કાસમપુરા, વખારફળી, સુથારફળી, વી.પી.રોડ ગોલવાડી દરવાજા, બસસ્ટેન્ડ, રેલવે સ્ટેશન, ભરવાડી દરવાજા, પાનચકલા, ચોક્સી બજાર, બોરડી બજાર, ટાવર થઇ સાંજે નિજમંદિરે પહોંચી હતી.વિરમગામ શહેરના વિવિઘ જગ્યાઓએ રામમહેલ મંદિર ના મહંત રામકુમારદાસજી અને રથયાત્રા નુ ભવ્ય સ્વાગત કરાયું હતું. વિરમગામ શહેરના ભરવાડી દરવાજા પાનચકલા સહિતના વિસ્તારોમાં વેપારીઓ ભાઇઓ અને મુસ્લિમ બિરાદરો એ પણ સ્વાગત કર્યુ હતું .
આ રથયાત્રા મા સાઘુ-સંતો,ભજન મંડળીઓ અગ્રણીઓ ,સહિત જયશ્રી રામ ,બજરંગી અખાડા વિવિધ કરતબબાજો,ઉપરાંત રથયાત્રા રૂટ પર ઠેકઠેકાણે પાણી
પરબ, નાસ્તા સહિત સેવા કેન્દ્રો સેવા આપી હતી. વિરમગામ રાજમાર્ગો પર ભગવાન જગન્નાથ ની રથયાત્રા નગરચર્યા કરી સાંજે નિજમંદિરે પરત ફરી હતી.વિરમગામ શહેરમાં રથયાત્રા ને લઇને ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો
છે. વિરમગામ યુવા શક્તિ ગૃપ દ્વારા રથયાત્રા રૂટ પર ફરજ બજાવતા પોલીસ કર્મચારીઓને ચા અને પાણીની વ્યવસ્થામાં પુુુુરી પડાઇ હતી. ઉપરાંત લાયન્સ ક્લબ ઓફ વિરમગામ દ્રારા પણ શરબત નુુ આયોજન કરવામાં આવ્યું હતું. સહિત વિવિઘ જગ્યાઓએ અલગ અલગ સંસ્થાઓ દ્વારા પાણી શરબત અને નાસ્તાની સેવાઓ પુરી પડાઇ હતી.
અખાડામાં કરતબો કરતા 4 કરતબબાજો ને નાનીમોટી ઇજા પહોંચી હતી જે ઓને સારવાર અપાઇ હતી. વિરમગામ શહેરમાં સમગ્ર રૂટ પર શાંતિપૂર્ણ રથયાત્રા યોજાઇ હતી.