PIYUSH GAJJAR – VIRAMGAM
વિરમગામ – સાણંદ હાઇવે પર સોકલી ગામની રેલવે ફાટક પાસે નંબર પ્લેટ વગરની એક બોલેરો કાર 2 ભેંસો તેમજ 1 પાડીને કતલખાને લઇ જવાતી બાતમીના આધારે વિરમગામ ગ્રામ્ય પોલીસે બોલેરો કાર કબજે કરી અબોલ જીવોને વિરમગામ પાંજરાપોળ મોકલી આપી. બોલેરો કારચાલક હીરેનભાઇ રાજુભાઇ અણીયારી રહે. રતનપુર – ભક્તિનગર સુરેન્દ્રનગરને ઝડપી ગુનો નોંધી તપાસ હાથ ઘરી છે.