ગત શુક્રવારે વહેલી સવારે વિરમગામ વિધાનસભાની ૬૫૦ વિધવા અને નિરાધાર વૃદ્ધોને ૧૦ લક્ઝરીમાં સૌરાષ્ટ્રના નિઃશુલ્ક ધાર્મિક પ્રવાસે મોકલવામાં આવ્યા હતા. ત્રણ દિવસ દરમિયાન ભગતના ગામ સાયલા, ચોટીલા, ખોડલધામ, જલારામ વીરપુર, સતાધાર, પરબ, સોમનાથ જ્યોર્તિલિંગ, હર્ષદ માતા મંદિર, નાગેશ્વર જ્યોર્તિલિંગ અને છેલ્લે દ્વારિકાધીશના દર્શન અને ધ્વજા રોહણ કરીને પરત ફર્યા હતા. આ ધાર્મિક પ્રવાસમાં વિધવા, વૃદ્ધો અને નિરાધાર માતા-બહેનો માટે ધારાસભ્ય હાર્દિક પટેલ અને તેમના સાથી કાંતિભાઈ ભરવાડ (ઉપપ્રમુખ બક્ષીપંચ મોરચો અમદાવાદ જિલ્લા ) અને યોગેશભાઈ પટેલ ( ચેરમેન, એપીએમસી અમદાવાદ ) સૌજન્ય બન્યા હતા. ધારાસભ્ય હાર્દિક પટેલ કહ્યું કે છેલ્લા બે વર્ષમાં વિરમગામ વિધાનસભાની લગભગ ૧૬,૭૦૦ બહેનોને અંબાજી, ડાકોર, પાવાગઢ અને સૌરાષ્ટ્ર જેવા અનેક ધાર્મિક સ્થાનોના દર્શન કરાવવાનું અમને સૌભાગ્ય મળ્યું છે. દેત્રોજ વડવાળાની જગ્યાના મહંત પૂજ્ય લખીરામ બાપુ, રમણધામ જીવાપુરાની જગ્યાના મહંત પૂજ્ય બાલકનાથ બાપુ, મૂળવાનાથની જગ્યા હાંસલપૂરના મહંત પ્રેમદાસ બાપુ, ધારાસભ્ય હાર્દિક પટેલ, દેત્રોજ એપીએમસી ચેરમેન યોગેશભાઈ પટેલ અને અમદાવાદ જિલ્લા બક્ષીપંચ મોરચાના ઉપપ્રમુખ કાંતિભાઈ ભરવાડે બસોને લીલી ઝંડી આપીને પ્રસ્થાન કરાવ્યું હતું.
વિરમગામ વિધાનસભાની ૬૫૦ વિધવા અને નિરાધાર વૃદ્ધોને તીર્થ યાત્રા પર મોકલવામાં આવ્યા
RELATED ARTICLES