PIYUSH GAJJAR – VIRAMGAM
અમદાવાદ જિલ્લાના વિરમગામ તાલુકાના મુખ્ય મથક વિરમગામ શહેરનાં હાર્દ સમા બોરડી બજારમા આવેલ નાગરવાડા વિસ્તારમાં બીજા માળે આવેલાં મકાનમા આગ ભભૂકી ઊઠી હતી.ભરચક એરીયામાં આગ લાગતાં ઘડીભેર અફરાતફરી મચી જવા પામી હતી. આજુબાજુના રહીશો એ પાણી દ્વારા આગ ઓલવવાનો પ્રયાસ કર્યો હતો ત્યારે ઘટનાની જાણ કરાતા ફાયરબ્રિગેડ ને કરાતા નગરપાલિકા ની ફાયરબ્રિગેડ ની ટીમે આગ પર કાબુ મેળવ્યો હતો. આ આગની ઘટનામાં કોઈ જાનહાની થયા કોઈ સમાચાર નથી. આ મકાનમા સાવરણી બનાવવાં મા આવતી હતી.તે મુદ્દામાલ બળીને ખાખ થઈ ગયો છે.