PIYUSH GAJJAR – VIRAMGAM
વિરમગામ શહેરમાં રખડતાં ઢોરોનો ત્રાસ દિવસે-દિવસે વધી રહ્યો છે. શેરી મહોલ્લામાં કે જાહેર રસ્તાઓ ઉપર માતેલા સાંઢ સહિતનાં રખડતાં ઢોરો કેટલીક વખત નાનાં બાળકો કે વૃદ્ધોને અડફેટે લઈને હોસ્પિટલના બિછાને પહોંચાડે છે તેમ છતાં સ્થાનીક તંત્ર દ્વારા રખડતાં ઢોર વિરોધી કોઈ ઝૂંબેશ હાથ ન ધરાતાં નગરજનોમાં કચવાટ પ્રસર્યો છે. વિરમગામ શહેરમાં રખડતાં ઢોરોનો ત્રાસ નગરજનો માટે આકરો થઈ પડ્યો છે. વિરમગામ શહેરના મુખ્યમાર્ગ, જ્યારે જાહેર રસ્તાઓ ભરવાડી દરવાજા, ગોલવાડી દરવાજા, ટાવરચોક, બસસ્ટેન્ડ રોડ, માંડલ રોડ, તાલુકા સેવાસદન રોડ, ઐતિહાસિક મુનસર તળાવ રોડ સહિત શહેરની સોસાયટી રોડ વિસ્તારમાં રખડતાં ભટકતાં ઢોર અડિંગો જમાવી બેઠા હોય છે ત્યાંરે મુખ્ય માર્ગો પર આ પરીસ્થિતિમાં ટ્રાફીકની સમસ્યા સર્જાય છે.