Saturday, April 5, 2025
Google search engine
HomeViramgam - વિરમગામવિરમગામ શહેરના વિદ્યાર્થીઓએ સાયન્સ સિટીમાં ગમ્મત સાથે જ્ઞાન મેળવ્યુ

વિરમગામ શહેરના વિદ્યાર્થીઓએ સાયન્સ સિટીમાં ગમ્મત સાથે જ્ઞાન મેળવ્યુ

NILKANTH VASUKIYA – VIRAMGAM

 

સાયન્સ સિટીમાં વિદ્યાર્થીઓએ પોતાની ઋચી પ્રમાણે હૉલ ઓફ સ્પેસ, હૉલ ઓફ સાયન્સ, લાઇફ સાયન્સ પાર્કની મજા માણી
વિદ્યાર્થીઓને જ્ઞાન સાથે ગમ્મત મળી શકે તેવા ઉમદા આશયથી વિરમગામ શહેરના વિદ્યાર્થીઓ માટે એક દિવસીય શૈક્ષણિક પ્રવાસનું આયોજન કરવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓએ મંગળવારે અમદાવાદમાં આવેલ સાયન્સ સિટીની મુલાકાત લઇને ગમ્મતની સાથે જ્ઞાન પણ મેળવ્યુ હતુ. સાયન્સ સિટીમાં વિદ્યાર્થીઓએ પોતાની ઋચી પ્રમાણે હૉલ ઓફ સ્પેસ, હૉલ ઓફ સાયન્સ, લાઇફ સાયન્સ પાર્ક, ઇલેક્ટ્રોડોમ, પ્લેનેટ અર્થ, ૩-ડી આઈમેક્સ થિયેટર, સંગીતમય નૃત્ય કરતા ફુવારા, ઊર્જા ઉદ્યાન, સ્ટીમ્યુલેશન રાઈડો, એમ્ફી થિએટરની મજા માણી હતી. આ ઉપરાંત વિદ્યાર્થીઓએ એસ.પી રીંગ રોડ પર આવેલ માતા વૈષ્ણોવદેવી મંદિર, ઝાણુ ગામમાં આવેલ સોમેશ્વર મહાદેવ મંદિરની મુલાકાત લીધી હતી.
વિરમગામ શહેરના વિદ્યાર્થીઓ માટે શૈક્ષણીક પ્રવાસનું આયોજન કરનાર વૈશાલી પરમાર અને વિરેશ પરમારે જણાવ્યુ હતુ કે, સાયન્સ સીટીમાં મનોરંજન અને અનુભવના જ્ઞાનના ઉપયોગ સાથે સામાન્ય નાગરિકના મનમાં વિજ્ઞાન અંગેની જિજ્ઞાસા ઊભી થાયે તે માટેનો ગુજરાત સરકારનો મહત્વકાંક્ષી પ્રયાસ છે ત્યારે વિરમગામ શહેરના વિદ્યાર્થીઓ પણ ગમ્મતની સાથે જ્ઞાન મેળવે તેવા ઉમદા આશયથી સાયન્સ સિટીના એક દિવસના પ્રવાસનું આયોજન કરવામાં આવ્યુ હતુ.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments