અમદાવાદ જિલ્લાના વિરમગામ તાલુકાના મુખ્ય મથક વિરમગામ માં સૃષ્ટિના સર્જનહાર ભગવાન શ્રી વિશ્વકર્મા ધામ મંદિરનો પાંચમો પાટોત્સવ યોજાયો હતો. પાંચમાં પાટોત્સવ અંતર્ગત અભિષેક, શૃંગાર, ધજા આરોહણ, અન્નકુટ, મહાઆરતી તથા મહાપ્રસાદ સહિત ધાર્મિક કાર્યક્રમ યોજવામાં આવ્યા હતા.
આ કાર્યક્રમમાં અખિલ વિશ્વકર્મા ગજ્જર સુથાર સંઘના પ્રમુખ ડો. પરેશભાઈ છનિયારા સહિત જ્ઞાતિબંધુઓ તેમજ શ્રી વિશ્વકર્મા ગજ્જર સુથાર જ્ઞાતિ મંડળના સભ્યો અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.