Saturday, April 5, 2025
Google search engine
HomeViramgam - વિરમગામવિરમગામ શહેરના વોર્ડ નં-2 અને 3 ના સર્વોદય અને નવકાર સોસાયટી વિસ્તારોમાં...

વિરમગામ શહેરના વોર્ડ નં-2 અને 3 ના સર્વોદય અને નવકાર સોસાયટી વિસ્તારોમાં પીવાના પાણીમા ભૂગર્ભ ગટરના દૂષિત ભળતા નગર પાલિકામાં ઉગ્ર રજુઆત

PIYUSH GAJJAR – VIRAMGAM

 

વિરમગામ નગરપાલિકાના નઘરોળ તંત્ર પ્રજાના એક યા બીજા પ્રાણ પ્રશ્નો બાબતે નિષ્ફળ નીકળ્યુ હોય તેમ દેખાય છે. ત્યારે શહેરના અનેક વિસ્તારોમા ઠેરઠેર ગંદકી અને પીવાના પાણીની સમસ્યા સર્જાય છે. છેલ્લા ઘણા સમયથી વિરમગામ નગર પાલિકાના વોર્ડ નં-2 અને 3 સર્વોદય અને નવકાર સોસાયટીના આશરે 100 થી વઘુ ઘરોમાં પીવાના પાણીમાં ભૂગર્ભ ગટરનું દૂષિત પાણી ભળતા મોટાભાગના વિસ્તારોનાં લોકો દૂષિત પાણી પીવા મજબૂર બન્યા છે ત્યારે આજરોજ રોષે ભરાયેલા લોકોએ વિરમગામ નગરપાલિકાના પ્રમુખ કાંતીભાઇ પટેલ સામે રોષ વ્યક્ત કર્યો હતો અને ચીફ ઓફિસર, પ્રાંત અઘિકારીને લેખિત-મૌખિક રજુઆત કરી હતી અને તંત્ર સામે રોષ વ્યક્ત કર્યો હતો. આ બાબતે ચીફ ઓફિસરે આ પીવાના પાણીની લાઇનનું સર્વે કરાવીને દૂષિત પાણીનો નિકાલ કરવાની બાંહેધરી આપી હતી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments