PIYUSH GAJJAR – VIRAMGAM
● ભૂતપૂર્વ વિઘાર્થી તેમજ ભારતીય પત્રકાર સંઘ ના હોદ્દેદારો અને પત્રકારોનું સન્માન કરાયું. 18 ફેબ્રુઆરીના રોજ વિરમગામ શહેરની પ્રતિષ્ઠિત શૈક્ષણિક સંસ્થા કે. બી. શાહ વિનય મંદિર શાળાના ઘો – 10 અને ઘો – 12ના વિઘાર્થીઓનો શુભેચ્છા સમારોહ યોજાયો જેમા મુખ્ય અતિથિમા ગુજરાત માઘ્યમિક બોર્ડના સભ્યો પંકજભાઇ ઠાકર, મનુભાઈ પાવરા, વિરમગામના ઘારાસભ્ય ડો.તેજશ્રીબેન પટેલ, રાજેન્દ્રપ્રસાદ શાસ્ત્રીજી, નવદિપ ડોડીયા, દેવેન્દ્ર સિંઘવ, હર્ષદ ઠક્કર શાળાના આચાર્ય અલકેશભાઇ દવે સહિત શિક્ષકો વિઘાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.
આ કાર્યક્રમમા આ વર્ષે બોર્ડ પરીક્ષા આપનાર ઘો-10 તથા 12ના વિઘાર્થીઓને વિવિઘ મહાનુભાવો દ્વારા શુભેચ્છાઓ આપવામાં આવી હતી તેમજ ગયા વર્ષ દરમિયાન પ્રથમ ક્રમાંકે ઉતિર્ણ થયેલ અને અગાઉના વિઘાર્થીઓ જેવો હાલ ડોક્ટર, એન્જીનીયર સહિત ઉચ્ચ હોદ્દા પર છે. તેવા વિઘાર્થીઓને પ્રમાણપત્રો અર્પણ કરી સન્માન કરાયું હતું. આ કાર્યક્રમમાં શાળાના વિદ્યાર્થીઓ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમો યોજવામાં આવ્યાં હતાં. વઘુમાં શાળાના આચાર્ય અલ્કેશભાઇ દેવ દ્વારા શહેરમા વર્ષોથી સમાજનો અરિસો બનીને સમાજ અને શહેરના સાચા પ્રશ્ર્નોને વાચા આપનાર વરિષ્ઠ પત્રકારો તેમજ શહેરના ભારતીય પત્રકાર સંઘ (વિરમગામ) ના હોદ્દેદારો અને પ્રિન્ટ અને ઈલેક્ટ્રોનિક મીડીયાના પત્રકારોનું પુષ્પગુચ્છ આપી શાલ ઓઢાળીને સન્માન કરાયું હતું.