પીયૂષ ગજ્જર – વિરમગામ : વિરમગામ શહેરમાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરીષદ દ્વારા સ્વામી વિવેકાનંદજીની 154મી જન્મજયંતિ નિમિત્તે પુષ્પાંજલિ અને સ્વામીજીના જીવન ચરિત્રનું પ્રદર્શન યોજાયું
આજરોજ સ્વામી વિવેકાનંદજીની 154મી જન્મજયંતી નીમિતે અખિલ ભારતીય વિદ્યાર્થી પરીષદ વિરમગામ શાખા દ્વારા શહેરમાં ગોલવાડી દરવાજા પાસે વિવેકાનંદજીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પી હતી તેમજ સ્વામીજીના જીવન ચરિત્રનું પ્રદર્શન યોજાયું હતું. જેમા શહેરના આશરે 1100 વિદ્યાર્થીઓએ આ પ્રદર્શન નિહાળ્યું હતું સાથે શહેરના રાજકીય આગેવાનોએ પણ સ્વામીજીને પુષ્પાંજલિ અર્પી હતી. તેમજ દરેક વિઘાર્થીઓને સ્વામીજીના જીવન ચરીત્ર દર્શાવતી સક્ષીપ્ત પુસ્તીકા આપવામાં આવી હતી ઉપરાંત શહેરમાં વિવિધ શાળાઓમાં સ્વામી વિવેકાનંદજીનુ જીવન દર્શાવતી ફીલ્મ બતાવવામાં આવી હતી. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે અખિલ ભારતીય વિદ્યાર્થી પરીષદના તેજશભાઇ વજાણી, ગોપાલ ભરવાડ, ભરત ગોતરેજીયા, હીરેન પાઠક, કીરણ સોલંકી, ફેનીલ ચૌહાણ સહીતના આગેવાનોએ જહેમત ઉઠાવી હતી.
(૨) પીયૂષ ગજ્જર – વિરમગામ – નળ સરોવર પક્ષી અભ્યારણ્યમાં વેકરીયા ગામની હદમાંથી વિદેશી પક્ષીઓના શિકારની 5 થી વઘુ જાળી અને 3 બિનવારસી બોટ ઝડપાઈ.
અમદાવાદ જિલ્લાના વિરમગામ નજીક આવેલા પ્રખ્યાત પક્ષીઅભ્યારણ્ય નળ સરોવરએ વિદેશી પક્ષીઓનું સ્વર્ગ ગણાય છે. શિયાળાની શરૂઆત થતા જ નળ સરોવર ખાતે દર વર્ષે લાખો વિદેશી પક્ષીઓ ડિસેમ્બર થી માર્ચ મહીના દરમિયાન મહેમાન બને છે. નળસરોવર એ 120.08 કીમી. ના છીછરા પાણીમાં પથરાયેલું છે. જે પક્ષી અભ્યારણ્ય માટે જાણીતું છે. 250 થી વઘુ પ્રજાતિઓના દેશી – વિદેશી પક્ષીઓ અહીં આવે છે.
ત્યારે બીજી બાજુ અસામાજીક શિકારી તત્વો પણ આ સમય દરમિયાન વિદેશી પક્ષીઓ ને પોતાની શિકારની જાળ ફસાવીને મોતને ઘાટ ઉતારતા હોય છે. જેના માટે વહેલી સવારે અને મોડી સાંજે શિકારીઓ પક્ષીઓ શિકાર માટે નીકળતા હોય છે.
ત્યારે પ્રાપ્ત થતી માહીતી મુજબ બુધવારના રોજ નળ સરોવરની વન વિભાગની ટીમ દ્વારા પેટ્રોલીંગ દરમિયાન નળ સરોવરના વેકરીયા ગામની હદ પાસે શિકારીઓની બીનવારસી 3 બોટ મળી આવી છે. સાથે શિકાર માટે વપરાયેલી 5થી વધુ નેટ (જાળી), 20 થી વઘુ વાંસ વગેરે કબજે કરેલ છે. નળ સરોવર ખાતેના ડી.એફ.ઓ. આર.જી.પ્રજાપતિએ જણાવ્યું હતું કે નળ સરોવરના વન વિભાગની ટીમ દ્વારા પેટ્રોલિંગ દરમિયાન વેકરીયા ગામ પાસેની હદ માંથી બીનવારશી હાલત માં 3 બોટ સહિત 5 થી વઘુ શિકાર ની નેટ અને 20 થી વધુ વાંસ મળી આવ્યાં છે.