

વિરમગામ શહેરના નીલકી ચોકડી પાસે આવેલી જાણીતી શૈક્ષણિક સંસ્થા દ્વારકેશ એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત ઇન્ડિયન પબ્લિક સ્કૂલ દ્વારા ક્રેઇન ઇન્ડીયા ના સહયોગ અને અગસ્તયા ઇન્ટરનેશનલ ફાઉન્ડેશન આયોજનથી વિવિધ સ્કૂલના બાળકોમા જિજ્ઞાસાઓ વઘે તે હેતુ તા.8 માર્ચ બુઘવાર ના રોજ શાળા કક્ષાનું વિજ્ઞાાન-પ્રદર્શન યોજાયું હતું. જેમાં શાળાના ધોરણ 5 થી 12 સુધીના વિદ્યાર્થીઓએ ખૂબ જ ઉત્સાહભેર ભાગ લઈ 85 થી વઘુ વૈજ્ઞાનિક કૃતિઓ રજૂ કરી હતી. વિદ્યાર્થીઓએ આધુનિક જમાનાના અનેક પ્રશ્નોનો હલ દર્શાવતી કૃતિઓ બનાવીને સૌને આશ્ચર્યચકિત કર્યા હતા. જેમ કે, બ્રહ્માંડ રચના, પૃથ્વી, લાઈટ ટ્રેપ, ડી.એન.એ ટુડે, વાહન વ્યવહાર અને કમ્યુનિકેશન, રોકેટલોન્ચર, ટ્રી-શિફટર, ફાયર એલાર્મ, સોલારકાર, મલ્ટીપર્પસ ડિવાઈસ, થ્રેસર, સ્માર્ટસીટી જેવા નમૂના પ્રશંસનીય બની રહ્યા હતા. સાથે વિઘાર્થીઓ રસોઈ સ્પર્ધા પણ યોજાઇ હતી. આ કાર્યક્રમમાં વિરમગામ તાલુકાની આશરે 50 થી વઘુ શાળાઓના વિઘાર્થીઓએ આ વિજ્ઞાન પ્રદર્શનમાં ભાગ લીધો હતો કાર્યક્રમને સફળ બનાવવા માટે ઇન્ડિયન પબ્લિક સ્કૂલના સંચાલક ગોપાલભાઈ ભરવાડ, આચાર્ય રાજુભાઈ પ્રજાપતી સહિત શાળાના શિક્ષકો સહિત અગસ્તયા ફાઉન્ડેશનના અલ્પેશ ગજ્જર સહિતનાઓએ જહેમત ઉઠાવી હતી.