PIYUSH GAJJAR – VIRAMGAM
વિરમગામ શહેરમાં દેવ સ્પોર્ટસ એન્ડ સોશ્યલ ટ્રસ્ટ દ્વારા ગુરૂવાર ના રોજ શહેર ના લોહાણા મહાજન ની વાડી ખાતે ધો. – 10 અને ઘો. – 12 ના વિદ્યાથીઓને બોર્ડની પરીક્ષાનો ડર દૂર થાય અને પરિક્ષાલક્ષી જરૂરી માર્ગદર્શન મળી રહે તે હેતુથી એક સેમિનારનુ આયોજન કરવામા આવ્યું હતું
જેમા મુખ્ય અતિથિ તરીકે ડો.મનિષ દોષી ઉપસ્થિત રહ્યા હતા ઉપરાંત દેવેન્દ્રભાઇ સિંઘવ, પુલકીતભાઇ વ્યાસ, આચાર્ય ભરતભાઇ અલકેશભાઈ દવે ઉપસ્થિત રહ્યા હતા. સાથે જ વિદ્યાર્થીઓને જરૂરી માર્ગદર્શન પુરુ પાડ્યુ હતુ. જેમાં વિરમગામ શહેરના અલગ અલગ શાળામાથી કુલ 350 થી વધારે વિધાર્થીઓએ ભાગ લીધો હતો.