Thursday, April 17, 2025
Google search engine
HomeViramgam - વિરમગામવિરમગામ શહેરમાં ટાઉન પોલીસ ના PI જાડેજા એ 3 મહીલાઓને ઢોર માર...

વિરમગામ શહેરમાં ટાઉન પોલીસ ના PI જાડેજા એ 3 મહીલાઓને ઢોર માર મારવાનો મામલે જાડેજા સામે યોગ્ય પગલાં ન ભરાય તો ઠાકોર સમાજે આપી આંદોલન ની ચીમકી

logo-newstok-272-150x53(1)
 પીયૂષ ગજ્જર, વિરમગામ 
 
 
વિરમગામ શહેરમાં હાથી તલાવડી વિસ્તાર મા અગાઉ  બાવાજી અને ઠાકોર  પરીવાર વચ્ચે એક પરીવાર ની યુવતીને ભગાડી જવાના મામલે અગાઉ  પોલીસ ફરિયાદ નોંઘાઈ હતી.ત્યાર બાદ થોડા સમય પહેલા 
બાવાજી પરીવાર દ્રારા થોડા સમય પહેલા યુવકના ના પરીવાર જનોને અવાર નવાર પરેશાન કરતા હતા ત્યારે 
વિરમગામ ટાઉન પોલીસ મા ફરીયાદ થઇ હતી. ત્યારે આ કેસ મા યુવકના પરીવાર જનોવિરમગામ ટાઉન પોલીસ માં હાજર થયા હતા અને કોન્સ્ટેબલ દ્રારા પરીવાર નીમહીલા ને જામીન આપવા બાબતે વિરમગામ ટાઉન પોલીસ મા હાજર થયા હતા ત્યારેપી.આઇ. વી.બી.જાડેજા એ પરીવાર ના 2 પુરુષ(1)  લાલાભાઇ ઉર્ફે રામજીબાઇ બીજલભાઇ ઉ.વ.-35) (2) વીરમજીભાઇ બીજલજી ઠાકોર
ઉ.વ.-30) સહીત 3 મહીલા (1)ઠાકોર તારાબેન વીજલજી ,(2) જ્યોસના બેન વિરમજી ઠાકોર,(3)ભાનુબેન રામજીભાઇ ઠાકોર
(રહે-હાથીતલાવડી ,વિરમગામ.)ને પટ્ટા વડે ઢોરમાર માર્યાની ઘટના પ્રકાશ માઆવી છે…ત્યારે 3 મહીલા પગ તેમજ હાથ મા ભાગે ઇજા થતા તેમજ મુઢ માર વાગતા બુઘવારે 
મોડી રાત્રે વિરમગામ ગાંઘી હોસ્પીટલ ખાતે ખસેડવામા આવ્યા હતા ઘટનાની જાણથતા શહેર ના ઠાકોર સમાજ ના લોકો હોસ્પીટલ ખાતે એકત્ર થઈ ગયા હતા…ઘટનાને
પગલે વિરમગામ આસિસ્ટન કલેક્ટર પ્રશસ્તિ  પારીક તેમજ ડી.વાય.એસપી રોહન આનંદ પણ આ હોસ્પીટલ ખાતે પહોંચી તપાસ હાથ ઘરી હતી.બીજી બાજુ ઠાકોર સમાજ એસ.એસ એકતા મંચનાના અલ્પેશ ઠાકોર પણ વિરમગામ ખાતે પીડીતી ની મુલાકાત લેવા આવી પહોચ્યાહતા….અને વિરમગામ ટાઉન પાલીસ ના પી.આઇ વી.બી.જાડેજા સામે કાયદેસર નીકાર્યવાહી કરી ફરીયાદ નોંઘવા માંગ કરી હતી…..
 
navi 2images(2)
 
આ ઘટનાન ના ભારે પ્રત્યાઘાત પડ્યા હતા. ત્યારે ગુરૂવારનાં રોજ  ક્ષત્રિય ઠાકોર સેનાના પ્રદેશ ઉપપ્રમુખ રમેશજી ઠાકોર મોડી સાંજે વિરમગામ ગાંઘી હોસ્પિટલ ખાતે પીડીતા ના મુલાકાત લીઘી હતી બાદ મા હોસ્પિટલ બહાર ઠાકોર સમાજ ના આગેવાનોને રમેશજી એ જણાવ્યું હતું કે આ બાબતે પી.આઇ. સામે પગલાં ભરવા ઉચ્ચ કક્ષા એ રજુઆત કરી છે ..અને જો યોગ્ય પગલાં ન ભરાય તો આવનાર દિવસોમાં 
ગાંઘીચિંઘા માર્ગે આંદોલનની પણ ચીમકી ઉચ્ચારી છે. ત્યારે પીડીત મહીલાઓને વઘુ સારવાર માટે અમદાવાદ હોસ્પિટલ માં ખસેડાયા હોવાનું જાણવાં મળ્યું છે. 
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments