PIYUSH GAJJAR – VIRAMGAM
વિરમગામ શેહરમાં બસસ્ટેન્ડ વિસ્તારમાં આઇડીયા સીમકાર્ડના ડિસ્ટ્રિબ્યુટર ઘરાવતા શ્રી ઉમિયા એજન્સી ઘરાવતા નિલેશકુમાર રતીલાલ પટેલનું પોતાનું કરંટ ખાતું વિરમગામ શહેરની ICICI બેંક શાખામા ઘરાવે છે ત્યારે ૮ નવેમ્બર ૨૦૧૬ નાં રોજ દેશના વડાપ્રઘાન નરેન્દ્ર મોદીએ જુની રૂપિયા ૫૦૦ – ૧૦૦૦ ની ચલણી નોટો રદ કરી હતી.ત્યારે આપેલ સમયદાળા દરમિયાન ૨.૫ લાખ જમા કરાવી શકે તેમ હોવાથી નિલેશ પટેલે પોતાના ખાતામાં ૧૦ અને ૧૧ નવેમ્બર, ૨૦૧૬ દરમિયાન ૨.૫ લાખ સુઘીની રૂપિયા ૫૦૦ અને ૧૦૦૦ની જુની ચલણી નોટો બેંકમા પોતોના ખાતામા જમા કરાવી હતી. ત્યાર બાદ પોતાનો બેંક વ્યવહાર રાબેતા મુજબ ચાલતો હતો. સમય જતા નોટબંઘી દરમિયાન તા- ૨૧, ૨૩ અને ૩૦ નવેમ્બરના રોજ નિલેશ પટેલના ખાતામા બેંક કર્મચારી દ્વારા રૂપિયા ૨ લાખની જુની ચલણી નોટો ફેરફાર કરી મુકવામાં આવી હતી એટલે નીલેશ પટેલના ખાતામા ૨.૫ લાખ હતા ઉપરાંત વઘુ બેંક કર્મચારીએ ખાતામા ચેડા કરી રૂપિયા ૨ લાખની જુની ચલણી નોટોનું ટ્રાન્જેક્શન કરવામાં આવ્યા હતા. સમય જતા આ બાબતે ઘ્યાન ત્યારે આવ્યું કે જ્યારે ૨.૫ લાખ થી વઘુની રકમ થતા ઇન્કમટેક્ષ દ્વારા ૧ થી ૪ ફેબ્રુઆરી એમ સતત ૪ દિવસ નિલેશ પટેલના ફોન પર મેસેજ આવ્યા બાદ જાણ થઇ પછી તુરંતજ નિલેશ પટેલે પોતાના બેંક ખાતા ની ૫૦ દિવસના વાઉચર કઢાવી ચેક કરતા માલુમ પડ્યું કે ૩ (ત્રણ) વાઉચર ખોટી બનેલ હતી. ત્યારે નીલેશ પટેલે બેંક મેનેજર અવાર નવાર આ ગેરરીતી બાબતે જાણ કરાતા કોઇ ઘ્યાન ન દોર્યું અને ત્યાર પછી બેંક કર્મચારી દ્વારા તપાસ ચાલું છે. એમ ઠાલા વચનો મળતા આટલો બઘો સમય વિતવા પાછળ બેંક કર્મચારીઓના ઘરમના ઘક્કા ની અંતે નિલેશ પટેલે અમદાવાદ ખાતે ગ્રાહક સુરક્ષા માં ફરીયાદ કરી છે. અને ઉપારાંત વિરમગામ ટાઉન પોલીસને આ બાબતે અરજી કરી તપાસની માંગ કરી છે. હાલ તો ગ્રાહક સુરક્ષામા ફરીયાદ પછી વકીલ દ્વારા બેંક પાસે ખુલાસો માંગવામાં આવ્યો છે.