PIYUSH GAJJAR – VIRAMGAM
પાટીદાર અનામત આંદોલન સમિતિના કન્વિનર હાર્દિક પટેલના માદરે વતન વિરમગામમાં હાર્દિક પટેલની સાથે ઉછરેલ અને હાર્દિકની સાથે રહેનાર હાલમાં છોટા હાર્દિક તરીકે પોતાની ઓળખ ઉભી કરનાર હાલ પાસ કન્વિનર સામે પડનાર છોટે હાર્દિક પટેલે તેમજ પાટીદાર સમાજના યુવાનોએ વિરમગામ શહેરમાં ગોલવાડી દરવાજા બહાર સરદાર પટેલની પ્રતિમા પાસે એક કાર્યક્રમ આપ્યો. જેમા યુવાનો દ્વારા સરદાર પટેલની પ્રતિમા ને દહીં તેમજ પાણીથી અભિષેક કરી પવિત્ર કરીને શુદ્ધીકરણ કરાયું હતું અને ફૂલહાર પહેરાવી પુષ્પાંજલિ અર્પી હતી.
પાસ કન્વિનર હાર્દિક પટેલના વિરોઘ સાથે છોટે હાર્દિક પટેલે જણાવ્યું હતું કે પાસ કન્વિનર હાર્દિક પટેલે સમાજને અનામતના નામની ચીંગમ આપી છે અને તેનો રસ પુરો થઇ ગયો છે. અને રાજકીય હાથો બનીને સમાજને ગુમરાહ કરી રહ્યો છે. તેમ જણાવ્યું હતું. આ કાર્યક્રમમાં છોટે હાર્દિક, દિક્ષીત અમીનભાઇ પટેલ, નિર્મલ પટેલ, કેતન પટેલ, જાદવજીભાઇ પટેલ, બળદેવભાઇ પટેલ, ભાવેશ પટેલ સહિત પાટીદાર સમાજ ના યુવાનો ઉપસ્થિત રહ્યા હતા.