NILKANTH VASUKIYA – VIRAMGAM
ફુડ એન્ડ ડ્રગ, તાલુકા હેલ્થ ઓફિસ, મામલતદાર ઓફિસ અને નગરપાલીકા વિરમગામ દ્વારા સંયુક્ત ઓપરેશન હાથ ધરાયુ. બિન આરોગ્યપ્રદ ખોરાકનો સ્થળ પર જ નાશ કરવામાં આવ્યો.
ફુડ એન્ડ ડ્રગ, તાલુકા હેલ્થ ઓફિસ, મામલતદાર ઓફિસ અને નગરપાલીકા વિરમગામના સંયુક્ત ઓપરેશનમાં વિરમગામ શહેરી વિસ્તારમાં આવેલ કેરીના રસના સ્ટોલ, ફરશાણની દુકાનો, આઇસ્ક્રિમ પાર્લર, ફ્રુટની દુકાનોમાં ચેકીંગ હાથ ધરવામાં આવ્યુ હતુ અને બિન આરોગ્યપ્રદ ખોરાકનો સ્થળ પર જ નાશ કરવામાં આવ્યો હતો. ચેકીંગ દરમ્યાન વિરમગામમાં ફુડ એન્ડ ડ્રગ, તાલુકા હેલ્થ ઓફિસ તથા નગરપાલીકા વિરમગામ દ્વારા દુકાનદારોને નોટીશ આપવામાં આવી હતી. વિરમગામના પુજા સ્વિટ માર્ટ માંથી કેરીના રસના સેમ્પલ લેવામાં આવ્યા છે. આ કામગીરીમાં ફુડ સેફ્ટી ઓફિસર શ્વેતા પટેલ, તાલુકા હેલ્થ ઓફિસર ડો.વિરલ વાઘેલા, સર્કલ ઓફિસર એન.આર.પટેલ, નગરપાલીકા સેનેટરી ઇન્સપેક્ટર ધર્મેન્દ્ર ચાપાનેરી, કાન્તિભાઇ મકવાણા, નીલકંઠ વાસુકિયા, જયેશ પાવરા સહિત ૧૧ વ્યક્તિઓની ટીમ જોડાઇ હતી.
ફુડ સેફ્ટી ઓફિસર શ્વેતા પટેલે જણાવ્યુ હતુ કે, વિરમગામ શહેરી વિસ્તારમાં ફુડ એન્ડ ડ્રગ, તાલુકા હેલ્થ ઓફિસ, મામલતદાર ઓફિસ અને નગરપાલીકા વિરમગામના સંયુક્ત ઓપરેશનમાં કેરીના રસ સહિતના ખાદ્યા પદાર્થોની દુકાનો, સ્ટોલ પર ચેકિંગ હાથ ધરવામાં આવ્યુ હતુ. દિનેશ ફરસાણ હાઉસમાં ૫ લીટર મેન્ગો મિલ્ક શેકનો સ્થળ પર જ નિકાલ કરવામાં આવ્યો અને પુજા સ્વિટ માર્ટ માંથી મેન્ગો મિલ્ક શેકના નમુના લેવામાં આવ્યા છે. આ ઉપરાંત માંડલ રોડ પર આવેલા સંજય પપ્પુભાઇ યાદવના કેરીના રસના સ્ટોલ પર અખાદ્ય એસેન્સ ૧૦ લીટર, ૪ કીલો બગડેલા કેળા, અને દીપચંદ ગુલાબના કેરીના રસના સ્ટોલ ૭ લીટર કેરીના રસનો નિકાલ કરવામાં આવ્યો હતો. ગોલવાડી દરવાજા પાસે આવેલ ફ્રુટના વેપારી પીન્ટુ નરેશભાઇ ઠક્કરની દુકાનમાંથી ૪ કીલો ટેટી તથા ૫ કીલો કેરીનો નાશ કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત દુકાનદારોને વાસી ખોરાક ન રાખવા તથા ખોરાક ઢાંકીને રાખવા માટે સમજાવવામાં આવ્યા હતા.