PIYUSH GAJJAR – VIRAMGAM
● આ મેડીકલ કેમ્પ મા 102 લોકો એ લાભ લીધો હતો.
આજે બાબા સાહેબ આંબેડકરની 126 મી જન્મજયંતિ નિમિત્તે ભારતીય જનતા યુવા મોર્ચા દ્વારા આયોજીત રાજ્ય વ્યાપી મેડીકલ કેમ્પના આયોજન કરવામાં આવ્યું છે ત્યારે વિરમગામ શહેર માં પણ ભાજપ યુવા મોર્ચા દ્વારા વિરમગામ શહેરનાં સામુહિક આરોગ્ય કેન્દ્ર (ગાંઘી હોસ્પિટલ) ખાતે સવારે 10 થી 1 કલાક સુઘી ફ્રી મેડીકલ ચેકઅપ યોજવામાં આવ્યો હતો જેમા વિરમગામ શહેરના આશરે 102 લોકો એ આ મેડીકલ કેમ્પ નો લાભ લીઘો હતો.અને સારવાર આપી હતી. આ કાર્યક્રમ માં વિરમગામ શહેરના ભાજપ યુવા મોર્ચાના જયેશભાઇ જાદવ, વિરમગામ તાલુકા બ્લોક હેલ્થ ના ડો.વિરલ વાઘેલા સહિત ડોક્ટરો ની ટીમ દ્વારા કાર્યક્રમ ને સફળ બનાવવા માટે જહેમત ઉઠાવી હતી.