

PIYUSH GAJJAR – VIRAMGAM
વિરમગામ શહેરમાં બોરડી બજાર વિસ્તારમાં આવેલ નાગરવાડા વિસ્તારમાં બે દિવસ પહેલા મકાનમાં લાગેલી આગ ઓલવવા બાબતે ફાયર બ્રિગેડની ટીમ બોલાચાલી થઈ હતી જેન લઇને ગઇ મોડી રાત્રીએ શહેરમાં બોરડી બજાર પાસે 2 જુથ વચ્ચે તકરાર થવા પામી હતી. અને હાથાપાઇ સર્જાઈ હતી. જેમાં 2 વ્યક્તિઓને સામાન્ય ઇજા થવાં પામી હતી અને ઘટનાસ્થળે લોકોના ટોળેટોળાં ઉમટી પડ્યા હતા ઘટનાની જાણ થતાં જ વિરમગામ ટાઉન પોલીસ મથકનો કફલા સહિત Dy. પહોંચી આવ્યાં હતાં અને પોલીસ નો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો ત્યારે મળતી માહીતી અનુસાર આ બાબતે 3 શખ્સો સામે પોલીસ ફરિયાદ નોંઘાઈ હતી.