PIYUSH GAJJAR – VIRAMGAM
વિરમગામ શહેરમાં નગરપાલિકાના લગતા પ્રશ્નોના નિરાકરણ માટે યુવા શક્તિ ગૃપ દ્વારા ગત ૨૬ ફેબ્રુઆરી ૨૦૧૮ના રોજ વિરમગામ મામલતદાર અને ચીફ ઓફિસર આવેદન પત્ર પાઠવ્યું હતું.
વિરમગામ શહેરમાં નગરપાલિકાના વિસ્તારને લગતી વિવિઘ સમસ્યાઓને લઇને વિરમગામ યુવા શક્તિ ગૃપ દ્વારા વિરમગામ મામલતદાર અને ચીફ ઓફિસર આવેદન પત્ર પાઠવ્યું હતું. જેમા વિરમગામના રોડ, રસ્તા અને પેવર બ્લોક કામગીરીમાં મુલ્યાંકન અને મોનટરીંગ કરવામાં આવે, વિરમગામ શહેરના શહિદ બાગના રિનોવેશન માટે અસંખ્ય ગ્રાન્ટો ફાળવવામાં આવી છે જેને વહેલી તકે સુશોભિત કરવામાં આવે, વિરમગામ શહેરની ખુલ્લી વરસાદી ગટર ગંદકી સાફ કરાવવામાં આવે છે, શહેરમા પે એન્ડ યુઝ જાહેર શૌચાલય ચાલુ કરાવવામાં આવે, શહેરના ભરવાડી દરવાજા, પાન ચકલા, ચોક્સી બજાર સહિત ઉભરાતી ભૂગર્ભ ગટરના દૂષિત પાણી રસ્તા પર ફરી વળતા ભારે હાલાકી ભોગવવી પડે છે જે સમસ્યાઓ દૂર કરવી, ઐતિહાસિક ગંગાસર તળાવમાં ઘણા સમયથી જંગલી વેલ ઉગી નીકળી છે. જેને દૂર કરવી, વિરમગામ શહેરના ટાવરની હાલત જર્જરીત છે. તેને સમારકામ કરી ઘડીયાળનુ કામ કરાવવું. ઉપયુક્ત સમસ્યાઓને દિન ૧૫ સુઘીમાં નિકાલ કરવામાં નહીં આવે તો આગામી ૧૨ માર્ચના રોજ યુવા શક્તિ ગૃપના ૨૦૦ સભ્યો તાલુકા સેવા સદન બહાર અચોક્કસ મુદતના ઉપવાસ પર બેસવાની ફરજ પડશે જેની સંપૂર્ણ જવાબદારી ચીફ ઓફિસર, કાઉન્સિલરોની રહશે. સહિતની રજુઆત સાથે વિરમગામ યુવા શક્તિ ગૃપના ગૌરવ શાહ, આશીષ ગુપ્તા, આરીફ સંઘી, મહંમદ બાપુ દિવાન, રણછોડ જાદવ, અનીલ ભરવાડ, દર્શન ઠક્કર, ભાવેશ સોલંકી, દિગેશ પુજારા સહિતના સભ્યોએ વિરમગામ મામલતદાર અને ચીફ ઓફિસરને આવેદન પત્ર પાઠવ્યું હતું. જેને લઇને કોઇ કાર્યવાહી ન કરતાં વિરમગામ યુવા શક્તિ ગૃપ દ્વારા આગામી ૧૨ માર્ચના રોજ તાલુકા સેવાસદન ખાતે અચોક્કસ મુદતના ઉપવાસ આંદોદન પર બેસવાના છે. જેને ઉપવાસ આંદોલન ઘરણાને વિરમગામ કરણીસેના, ઠાકોર સમાજ, દલિત સમાજ, પરશુરામ સેના સહિતનાઓએ ઉપવાસ આંદોલનને ખુલ્લો ટેકો જાહેર કર્યો હતો.