PIYUSH GAJJAR – VIRAMGAM
THIS NEWS IS SPONSORED BY: RAHUL HONDA
સમાજિક સમરસતા અને પર્યાવરણના જતનની ચર્ચા કરાઇ. વિરમગામ શહેરના દરજી સમાજ ની વાડી ખાતે સર્વહિતાય ફાઉન્ડેશન દ્વારા શહેરના કર્મકાંડી બ્રાહ્મણો વિચાર ગોષ્ઠિ યોજાઇ હતી, જેમા ભૂદેવો કર્મકાંડની સાથે સાથે અન્ય પર્યાવરણના જતન અને રક્ષણને લઇને ચર્ચા કરાઇ હતી. આગામી ગણેશ મહોત્સવ બાદ વિસર્જનના વિકલ્પો ઉપરાંત પર્યાવરણના જતન માટે વૃક્ષો વાવવા, પાણીનો બગાડ ન કરવો, સમાજમા સામજીક સમરસતા સકારાત્મક અભિગમ અપનાવી ગોષ્ઠિ કરવામાં આવી હતી. ઉપરાંત વિરમગામની દિશા અને સમગ્ર સમાજ ઉન્નતિ માટે ગોષ્ઠિનુ આયોજન કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમને સફળ બનાવવા માટે સર્વહિતાય ફાઉન્ડેશન અને શીવમ ગેસ એજન્સીના હરીશભાઇ મચ્છર, જાણિતા વક્તા ચિંતન મહેતા, વિરમગામના કર્મકાંડી ભૂદેવોમા નિરંજનભાઇ, ગોપાલ જોષી, યોગેશ ભાઇ, મયંક વ્યાસ સહિત મોટી સંખ્યામાં ભૂદેવો ઉપસ્થિત રહ્યા હતા. ભૂદેવોની વિચાર ગોષ્ઠિ બાદ સમુહ ભોજનનુ પણ આયોજન કરવામાં આવ્યું હતું.