PIYUSH GAJJAR – VIRAMGAM
વિરમગામ, માંડલ, દેત્રોજ સહીત નળકાંઠાના ગ્રામ્ય વિસ્તારો માં ઘીમીઘારે વરસાદ શરૂ. શનિવાર વહેલી સવારથી વિરમગામ શહેર સહિત નળકાંઠાના ગ્રામ્ય વિસ્તારોમાં ઘીમીઘારે વરસાદ શરૂ થયો હતો સવારે 4 કલાકથી વરસાદ શરૂ થતાં ક્યાંક ને ક્યાંક જનજીવનને અસર જોવા મળી હતી. દિવસે વાતાવરણમાં ગરમી અને ભફારા વચ્ચે આજરોજ શનિવાર વહેલી સવારથી જ વિરમગામ, માંડલ, દેત્રોજ સહિત ગ્રામ્ય વિસ્તારોમાં ઘીમીઘારે વરસાદ શરૂ થતા જ્યારે ખેડુતો માટે કાચું સોનું વરસ્યું હોય તેમ શ્રીકાર વરસાદ નોંઘાયો હતો. ત્યારે વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી.
વરસાદના લીઘે વિરમગામ શહેરમા ઠેર-ઠેર વરસાદી પાણી ભરાયા. વરસાદથી વિરમગામ શહેર ભરવાડી દરવાજા, ગોલવાડી દરવાજા, બસસ્ટેન્ડ, પરકોટા, અક્ષરનગર સોસાયટી, લાકડીબજાર, ગોળપીઠા સહીતના નિચાણવાળા વિસ્તારોમા પાણી ભરાઇ જવા પામ્યા હતા. આ વર્ષે વરસાદ ની શરૂઆતમાં જ વિરમગામ નગરપાલીકાની પ્રિમોન્સુન પ્લાન નાં ધજાગરા ઉડ્યા હતાં. વરસાદી ગટરો વ્યવસ્થિત સાફ ન કરાતા વિરમગામ શહેરમા અનેક વિસ્તારોમા પાણી ભરાયાં હોવાની ચર્ચાઓ થઈ રહી છે.