PIYUSH GAJJAR – VIRAMGAM
વિરમગામ શ્વેતામ્બર મૂર્તિ પૂજક જૈન સંઘના આંગણે કચ્છ કેસાકારક આચાર્ય કલાપૂર્ણ સુરીશ્વરજી મ.સા.ના કૃપા પાત્ર આચાર્ય કલાપ્રભ સુરીશ્વરજી મ.સા ના શિષ્યરત્ન પ.પૂજ્ય અમિતયશ વિજયજી આદીઠણા ચાતુર્માસ કરવા પઘાર્યા હતા. આજરોજ વિરમગામ શહેરના ગોલવાડી દરવાજા બહારથી સવારે 10 કલાકે ભવ્ય સામૈયું કરવામાં આવ્યું હતું. સામૈયામાં 51 કુવારીકા માથે કુંભ લઇને સામૈયું યોજાયો હતો. આ સામૈયામાં બેન્ડબાજા, ઢોલ નગારા શહેનાઇ સાથે વિરમગામ શહેરના રાજમાર્ગો પર આ ફરી ટાવર પાસે શાલીભદ્ર આરાઘના ભવન ખાતે પધાર્યા હતા. જ્યાં પૂજ્યશ્રી દ્વારા માંગલિક આરાઘના અને આજે પ્રવેશ આયબીન કરવામાં આવ્યું હતું આ ચાતુર્માસ પ્રસંગે વિરમગામ શહેર મોટી સંખ્યામાં જૈનોતરો જોડાયાં હતા.