Friday, November 22, 2024
Google search engine
HomeViramgam - વિરમગામવિરમગામ સહિત અમદાવાદ જીલ્લામાં વિશ્વ મેલેરીયા દિવસની ઉજવણી કરાઇ

વિરમગામ સહિત અમદાવાદ જીલ્લામાં વિશ્વ મેલેરીયા દિવસની ઉજવણી કરાઇ

  • વિરમગામ સહિત અમદાવાદ જીલ્લામાં વિશ્વ મેલેરીયા દિવસની ઉજવણી કરાઇ : જીલ્લામાં છેલ્લા દસ વર્ષથી મેલેરિયાના કેસોમાં સતત ઘટાડો
  • હાઉસ ટુ હાઉસ સર્વેલન્સ દ્વારા સઘન ઇન્ટ્રા અને પેરીડોમેસ્ટિક કામગીરી, પોરાનાશક કામગીરી, ફિવર સર્વેલન્સ, અને IPC દ્વારા લાર્વાનું લાઈવ ડેમોસ્ટ્રેશન કરવામાં આવ્યુ

‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌પ્રતિ વર્ષ તા. ૨૫ એપ્રિલ ને વિશ્વ મેલેરિયા દિવસ તરીકે ઉજવણી કરવામાં આવે છે, ત્યારે વિરમગામ સહિત અમદાવાદ જીલ્લાના તમામ તાલુકાઓમાં આ વર્ષની થીમ ‘વૈશ્વિક મેલેરિયા રોગનું પ્રમાણ ઘટાડવા અને જીવન બચાવવા માટે નવીનતમ સંવાદ હાથ ધરીએ” નિયત કરાઈ છે. આરોગ્ય વિભાગ દ્વારા શહેરી તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં હાઉસ ટુ હાઉસ સર્વેલન્સ દ્વારા સઘન ઇન્ટ્રા અને પેરીડોમેસ્ટિક કામગીરી, પોરાનાશક કામગીરી, ફિવર સર્વેલન્સ, અને IPC દ્વારા લાર્વાનું લાઈવ ડેમોસ્ટ્રેશન કરવામાં આવ્યુ તથા બાંધકામ સાઈટની તપાસ, મજૂરોનું બ્લડ સ્ક્રીનીંગ કરાયું હતું. જનજાગૃતિ ફેલાય તે માટે રેલી, માઈકીંગનું આયોજન કરવામાં આવ્યુ અને સોશ્યલ મીડિયાના માધ્યમથી પણ જનજાગૃતિનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.

જીલ્લા મેલેરીયા અધિકારી નરેન્દ્રસિંહ રાઠોડે જણાવ્યુ હતુ કે, અમદાવાદ જિલ્લામાં છેલ્લા દસ વર્ષથી મેલેરિયાના કેસોમાં સતત ઘટાડો નોંધાતો રહે છે જેના પાછળ આરોગ્ય વિભાગની મેલેરીયા શાખા દ્વારા કરવામાં આવતી કામગીરી અને લોકો દ્વારા મળેલ સાથ સહકારને કારણે આ શક્ય બન્યુ છે. અમદાવાદ જિલ્લા પંચાયતની મેલેરીયા શાખા દ્વારા છેલ્લા વર્ષોમાં કરેલ સરાહનીય કામગીરી અને સતત મૂલ્યાંકનના કારણે ચાલુ વર્ષે એક પણ મેલેરિયાનો કેસ અત્યાર સુધીં નોંધાયેલ નથી. મેલેરીયા શાખા દ્વારા દર માસે લોહીના નમૂના એકત્રીકરણ કરવામાં આવે છે, ગામે-ગામ પોરાનાશકની કામગીરી હાથ ધરવામાં આવે છે. નોંન ટ્રાન્સમિશન ઋતુમાં સતત માસ એક્ટિવિટી કરાય છે. તથા જીઆઇડીસી વિસ્તારોમાં અને ટાયર પંચરની દુકાન, એસટી ડેપો, બિન વપરાશી અવાવરૂ મકાનોની, સરકારી મકાનોની ચકાસણી કરવામાં આવે છે. વધુમાં તહેવારોમાં, મેળાઓમાં પણ વાહક જન્ય રોગોની જન-જાગૃતિ લાવી શકાય તેવા અથાગ પ્રયત્ન કરવામાં આવ્યા છે. આવા સતત પ્રયત્નના કારણે મેલેરિયામાં કંટ્રોલ કરી શકાય છે અને નાબૂદી તરફ આગળ વધી રહ્યા છીએ. અમદાવાદ જિલ્લામાં ૨૯ જેટલા હેચરી એટલે કે ગપ્પી માછલી ઉછેર કેન્દ્રો કાર્યરત છે તેમાંથી ચોમાસાની ઋતુ દરમિયાન ભરાઈ રહેતા વરસાદી પાણીમાં મોટા ખાડામાં અને મોટા હવા અને હોજમાં ગપ્પી માછલી પણ મૂકવામાં આવી રહેલ છે. મેલેરિયા, ડેન્ગ્યૂ, ચિકનગુનિયા જેવા કેસમાં તાત્કાલીક રોગ અટકાયત કામગીરી, અને પોઝિટિવ દર્દીને સંપૂર્ણ સારવાર અને તમામ સ્તરે કરેલ કામગીરીનું ક્રોસ ચેકિંગ આ પ્રકારની કામગીરીના કારણે સતત મેલેરિયાના કેસોમાં ઘટાડો થયેલ છે. તમામ સ્તરે કરવામાં આવતી કામગીરીના કારણે જ મેલેરિયાના રોગમાં ઘટાડો નોંધાયો છે અને રાજ્ય સરકાર, ભારત સરકાર દ્વારા નક્કી કર્યા મુજબ મેલેરિયા એલિમિનેશન કરવામાં આવશે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments