PIYUSH GAJJAR – VIRAMGAM
નવું શૈક્ષણિક સત્ર શરૂ થતાં ઠેરઠેર શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજાયા છે ત્યારે ગ્રામ્ય વિસ્તારનો ત્રિ-દિવસીય શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ તા.૮મી થી તા.૧૦મી જૂન દરમિયાન યોજવામા આવનાર છે. શહેરી વિસ્તારનો શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ તા.૨૨થી તા.૨૪મી જૂન સુધી યોજવામાં આવનાર છે. શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ થકી પ વર્ષ પૂર્ણ કરેલા ભૂલકાઓને ધોરણ-૧માં અને અધ્ધવચ્ચે શિક્ષણ છોડી દેનાર ધોરણ-૨થી ધો-૮ના બાળકોને પ્રવેશ આપવામાં આવશે. શાળા પ્રવેશોત્સવ અંતર્ગત વિરમગામ સહિત ગ્રામ્ય વિસ્તારમાં શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ શરૂઆત થઈ છે ત્યારે વિરમગામના વણી આર્દશ શાળા મા આઇ.પી.એસ એ.પી.મોઢાની હાજરીમા બાળકોને શાળા પ્રવેશોત્સવ કરવ્યો હતો જેમા વણીના સરપંચ નાથાભાઇ સિંઘવ, દિપક ડોડીયા સહિત શાળાના શિક્ષક – વિઘાર્થી ઉપસ્થિત રહ્યા હતા. ત્યારે તાલુકાના કરકથલ ગામમાં પણ શાળામા વિઘાર્થીઓને પ્રવેશ કરાયો હતો.