PIYUSH GAJJAR – VIRAMGAM
આજે 14 એપ્રિલના ભારતરત્ન ડો.બાબાસાહેબ આંબેડકર ની 126 મી જન્મજયંતિની સમગ્ર ભારત વર્ષમા ઉજવણી કરવામાં આવી રહી છે ત્યાંરે વિરમગામ, માંડલ, દેત્રોજ સહીત જિલ્લામા અનેક જગ્યાએ ભારતરત્ન ડો.બાબા સાહેબ આંબેડકરની 126 મી જન્મજયંતિની ઉજવણી કરાઇ હતી. વિરમગામ શહેરમાં નીલકી ફાટક પરના રેલવે ઓવર બ્રીજની તકતી અનાવરણ કરી ડો.બાબાસાહેબ આંબેડકર નામકરણ આપવામાં આવ્યું હતું. તેમજ બાબા સાહેબ આંબેડકર ના ફોટો પ્રતિમાને પુષ્પાંજલી અર્પી હતી.કાર્યક્રમ મા પૂર્વ ઘારાસભ્ય વજુભાઇ ડોડીયા તેમજ નગરપાલિકા ઉપપ્રમુખ નવદિપ ડોડીયા ઉપસ્થિત રહ્યા હતા. તેમજ વિરમગામ તાલુકા કક્ષાએ આંબેડકર વાદી યુવા સંગઠન દ્વારા સચાણા ગામ પાસે બાબા સાહેબ આંબેડકર ની ફોટો પ્રતિમા ને ફૂલહાર કરવામાં આવ્યાં હતા જેમાં વિરમગામ ના ઘારાસભ્ય ડો.તેજશ્રીબેન પટેલ, નગરપાલિકા પ્રમુખ કાનભા પટેલ સહિત ગામના દલિત આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.ઉપરાંત તાલુકાના કરકથલ ગામે ભીમ સેના ગૃપ આયોજીત બાબા સાહેબ આંબેડકર ની 126 મી જન્મ જયંતી નીમિતે કરકથલ ગામ ખાતે વિશાળ રેલી યોજાઇ હતી. અને રાત્રી એ ભજન નું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે વિરમગામ શહેર સહિત પંથક મા વિવિઘ જગ્યાઓ પર જન્મ જયંતી ની ઉજવણી કરાઇ હતી.