PIYUSH GAJJAR – VIRAMGAM
આજરોજ વિરમગામ શહેરમાં આવેલ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ ની ચૂંટણી યોજાઇ હતી. જેમાં ખેડુત વિભાગમાં 8, વેપારી મત વિભાગના 4 તથા સહકારી ખરીદ વેચાણ મંડળઓના 2 એમ કુલ મળીને 14 સમિતિ માટે 40 જેટલા ઉમેદવારોએ ફોર્મની નોંઘણી કરાઇ હતી. તેમાં ગત તા-26 જુલાઇએ 25 જેટલાં ફોર્મ પરત ખેંચાયા હતા અને હાલ ખેડુત વિભાગના 9 સભ્યો મેદાને પડ્યા છે.
જેમાં વેપારી વિભાગ અને સહકારી વિભાગના બે સભ્યો બિનહરીફ બન્યાં હતાં. બાકી વઘેલા ખેડુત વિભાગની ચૂંટણી આજરોજ યોજાઇ હતી. જેમાં 61 સહકારી મડંળી છે. 715 વોટોનું મતદાન આજરોજ ચાલી રહ્યું હતું. ખેડુત વિભાગના ઉમેદવારોમા રમેશભાઈ પટેલ, ઘનશ્યામભાઈ ગોહેલ, લક્ષ્મણભાઇ, ઘ્રુવભાઈ જાદવ, રામાનુજ છત્રભૂજ, પટેલ હસમુખભાઈ, પરમાર ગટોરભાઇ, મોરી ગીરીશભાઈ, પ્રેમજીભાઈ વડલાણી ઉમેદવારો હતાં.