Friday, November 22, 2024
Google search engine
HomeDahod - દાહોદવિશ્વકર્મા પુરાણ કથાના ત્રીજા દિવસે કૃષ્ણ જન્મોત્સવની ઉજવણી કરાઈ

વિશ્વકર્મા પુરાણ કથાના ત્રીજા દિવસે કૃષ્ણ જન્મોત્સવની ઉજવણી કરાઈ

વિશ્વકર્મા પુરાણ કથાનો ત્રીજો દિવસ : સત્ય સાચુ અને કડવુ હોય છતા પણ સમાજને સંભળાવે તે સાચો કથાકાર – પ.પૂ. જયંતિભાઈ શાસ્ત્રી
દાહોદ શહેરના રામાનંદ પાર્કમા શાસ્ત્રી જયંતિભાઈના સ્વમુખે થતી કથાનાં ત્રીજા દિવસે શાસ્ત્રીજી જયંતિભાઈ દ્વારા વિશ્વકર્માના પાંચ પુત્રો વિશે ખુબ જ અતિમહત્વ સમજાવવામા આવ્યુ. ભગવાન વિશ્વકર્માએ સૃષ્ટિની રચના માટે પાંચ મુખ ધારણ કર્યા, અને પાંચ પુત્રોને તેમના મુખમાંથી પ્રગટ કર્યા અને સમાજના ઘડતર કર્યુ. વિશ્વકર્મા ભગવાનના પાંચ પુત્રો જેમા મનુ-લુહાર, મય-સુથાર, ત્વષ્ટા-કંસારા કામ કરનાર, શિલ્પી-કડીયાકામ કરનાર, દેવજ્ઞ-સોનીનો સમાવેશ થાય છે. તદ્દઉપરાંત વાસ્તુ પણ ભગવાન વિશ્વકર્માના પુત્ર છે. આ પાંચેય પુત્રોને ભગવાન વિશ્વકર્માએ અલગ અલગ હથિયાર આપ્યા. ભગવાન વિશ્વકર્માએ પાંચેય પુત્રોને હથિયાર આપ્યા તો તમામના મનમા સવાલ ઉદ્દભવ્યો ત્યારે ભગવાન વિશ્વકર્માએ વાસ્તુ ભગવાનને કહ્યુ કે તમે જે અમૃત લાવ્યા છો તે આ પાંચેય પુત્રોને પીવડાવી દો. જેથી વિશ્વકર્મા પુત્રોને કોઈ દી ધનુર ન થાય. કથાના ત્રીજા દિવસના અંતે ભગવાન શ્રી કૃષ્ણ જન્મોત્સવ ની ઉજવણી કરવામા આવી હતી. જેમા દાહોદ જિલ્લા પંચાલ સમાજ ના લોકો મોટી સંખ્યામા સહભાગી થયા હતા. તેમજ નંદમહોત્સવને પગલે ભગવાન શ્રીકૃષ્ણને પારણામાં  ઝૂલવવામાં આવ્યા  હતા અને ઉત્સવને પગલે કથા મંડપમાં સૌ હાજર લોકો નાચગાન કરવા લાગ્યા
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments