આર્યુવેદ શાખા જિલ્લા પંચાયત દાહોદ દ્વારા વિશ્વ આરોગ્ય દિવસ અને વિશ્વ હોમિયોપેથી દિવસની ઉજવણી અંતર્ગત અનેકવિધ કાર્યક્રમનું આયોજન.
- વિશ્વ આરોગ્ય દિવસ નિમિત્તે પોસ્ટર ડિબેટ ક્વિઝ રંગોળી પોસ્ટર, પ્રેઝન્ટેશન, સ્પીચ જેવી વિવિધ સ્પર્ધાઓનું નર્સિંગ સ્કૂલ દાહોદ ખાતે કરાયું આયોજન
નિયામક આયુષ કચેરી ગાંધીનગર તથા જિલ્લા વિકાસ અધિકારી અને જિલ્લા આર્યુવેદ અધિકારી દાહોદના માર્ગદર્શન હેઠળ 10 એપ્રિલ 2025 સુધી વિશ્વ આરોગ્ય દિવસ અને વિશ્વ હોમિયોપેથી દિવસની નિમિત્તે વિવિધ કાર્યક્રમોમાં અનેક પ્રવૃતિઓનું આયોજન કરવામાં આવ્યું છે.
શ્રી શામળાજી હોમિયોપેથિક મેડિકલ કોલેજ ગોધરા તથા દાહોદ જિલ્લા આયુષ વિભાગ દ્વારા તારીખ 8 એપ્રિલ 2025 ના રોજ શામળાજી હોમિયોપેથીક મેડિકલ કોલેજના કેમ્પસમાં વિશ્વ આરોગ્ય દિવસ તેમજ વિશ્વ હોમિયોપેથી દિવસની ઉજવણી કરવામાં આવી હતી આ કાર્યક્રમમાં કુપોષણ, મેદસ્વિતા, COPD, મેન્ટલ હેલ્થ, સગર્ભા સંભાળ, નવજાત શિશુ સંભાળના વિષયો પર ડિબેટ , ક્વિઝ, પોસ્ટર, પ્રેઝન્ટેશન, સ્પીચ, સહિતની વિવિધ પ્રવૃત્તિઓની સ્પર્ધામાં વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો.
યોજાયેલી તમામ સ્પર્ધામાં વિજેતા થયેલા તથા રનર અપ થયેલ વિદ્યાર્થીઓને સર્ટિફિકેટ આપવામાં આવ્યા હતા. આ કાર્યક્રમની તમામ પ્રવૃત્તિઓનું શ્રી શામળાજી આરોગ્ય સેવા ટ્રસ્ટ ઉપપ્રમુખ ડોક્ટર વિશાલ સોની દ્વારા આયોજન કરાયું હતું.
આ કાર્યક્રમને સફળ બનાવવા માટે કોલેજના ડોક્ટર અશ્વિનકુમાર ગુપ્તા તથા પ્રોફેસર ડોક્ટર કેયુર સોની, પ્રિન્સિપાલ ડૉ અવનિશ ગુપ્તા, ટીચિંગ સ્ટાફ, નોન ટીચિંગ સ્ટાફ તેમજ દાહોદ જિલ્લા આયુષ અધિકારી ડોક્ટર સુધીર જોશી અને તેમની ટીમ અને વિદ્યાર્થીઓ દ્વારા સહયોગ આપવામાં આવ્યો હતો. સ્પર્ધાના નિર્ણાયક તરીકે દાહોદ જિલ્લા આયુષના અધિકારી ડૉ.સુધીર જોશી, MO હોમિયોપેથીક ડોક્ટર ઉમેશ શાહ, ડોક્ટર ભૂમિકા જાદવ , ડોક્ટર અનિતા રાઠોડ, ડોક્ટર અલ્કેશ બારીયા કામગીરી કરી હતી તેમને પણ કોલેજ દ્વારા પ્રમાણપત્ર આપવામાં આવ્યા હતા.
શ્રી શામળાજી હોમિયોપેથિક મેડિકલ કોલેજ વિદ્યાર્થીએ કહ્યું કે ડૉ. સુધીર જોશીની ટીમ દ્વારા આયોજિત કાર્યક્રમમાં બૌદ્ધિક ચર્ચાઓ, રમૂજી રમતો અને સર્જનાત્મક અભિવ્યક્તિઓનો શાનદાર સમન્વય જોવા મળ્યો હતો. ડિબેટ અને ક્વિઝ સ્પર્ધાઓ કાર્યક્રમના મુખ્ય આકર્ષણ હતાં, જેમાં ભાગ લેનારોએ તેમના જ્ઞાન અને ઝડપી વિચારશક્તિ પ્રદર્શિત કરી. ખાસ કરીને KBC-શૈલીની ક્વિઝ ખૂબ જ રોમાંચક હતી.વક્તૃત્વ સત્રે ભાગ લેનારાઓને વિશ્વ આરોગ્ય દિવસ અને વિશ્વ હોમિયોપેથી દિવસ અંગે તેમના દ્રષ્ટિકોણ રજૂ કરવા માટે એક મંચ પૂરો પાડ્યો, જે મૂલ્યવાન વિચાર અને વિચારપ્રેરક વિચારો પ્રદાન કરતો હતો. શ્રી શામળાજી હોમિયોપેથિક મેડિકલ કોલેજ વિદ્યાર્થીએ ડૉ. સુધીર જોશી સાહેબ અને તેમની ટીમને કાર્યક્રમ આયોજિત કરવા માટે હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો.