આજ રોજ દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના લીમડી નગરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરણાથી સ્વચ્છ ભારત મિશન અભિયાન અંતર્ગત વીર શહીદ પુરુષોના સ્મારકોની સ્વચ્છતાના અભિગમ સાથે લીમડી નગરના સ્ટેશન રોડ વિસ્તારમાં આવેલ વીર શહીદ સુભાષચંદ્ર બોઝના સ્મારકને મિસ્ટલ ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત શ્રીમતિ એસ. એચ. કર્ણાવટ શિક્ષણ સંકુલના વિદ્યાર્થી-વિદ્યાર્થિનીઓ દ્વારા સ્વચ્છ કરી રંગરોગાન કરી તેની ફરતે જે ફેંસિંગ હતી તેને પણ પાણીથી સ્વચ્છ કરી રંગરોગાન કરી અને એક સ્વચતા નું ઉમદા ઉદાહરણ પૂરું પડ્યું હતું. ખરેખર તો આવા ભૂલકાઓ પાસેથી શીખવાની જરુર છે અને ખરેકર અપડ વડા પ્રધાન નરેન્દ્ર મોદીની ના સ્વચ્છ ભારતના આ અભિયાન ને આ બળકો જે વેગ આપી રહ્યા છે તે જોતા લાગે છે કે આવનારી પેઢીયો આ અભિયાન નો લાભ ચોક્કસ મેળવશે.
વીર શહીદ સુભાષચંદ્ર બોઝના સ્મારકને સ્વચ્છ કરી દેશ ભક્તિ દર્શાવતા એસ. એચ. કર્ણાવટ શિક્ષણ સંકુલ લીમડીના વિદ્યાર્થીઓ
RELATED ARTICLES