વેદાંતા કેન કંપની દ્વારા દાલોદ પે સેન્ટર શાળામાં પ્રોજેક્ટર અને એ.સી ભેટ આપવામાં આવ્યા. વિદ્યાર્થીઓને આધુનિક પદ્ધતિથી શિક્ષણ મેળવવામાં પ્રોજેક્ટર ઉપયોગી બનશે
અનુષ્કા ગ્રુપના ડાયરેક્ટર રાજીવ સુરાનાએ કહ્યું કે, આજે શહેરી વિસ્તારોમાં વિદ્યાર્થીઓ આધુનિક પદ્ધતિ થી શાળામાં શિક્ષણ મેળવી રહ્યા છે ત્યારે ગ્રામ્ય વિસ્તારની શાળાના વિદ્યાર્થીઓ પણ પ્રોજેક્ટરની મદદથી શૈક્ષણિક કાર્ય કરી શકે તેવા ઉમદા હેતુથી વેદાંતા કેન કંપની અને ડો. અનુષ્કા ગ્રુપ દ્વારા દાલોદ પે સેન્ટર શાળામાં ત્રણ પ્રોજેક્ટર અને ત્રણ એ.સી. ભેટમાં આપવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે અનિલ અગ્રવાલ ફાઉન્ડેશનના સી.ઈ.ઓ. ભાસ્કર ચેટરજી અને વેદાંતા કેન કંપનીના એચ.ઓ.ડી. સી.એસ.આર. હરમિત શેરા, ડો ઉમા બિહારી, વિજય પાલ સિંહ, રમ્યા નાયર, ડો.અનુષ્કા એજ્યુકેશન મેમોરિયલ સોસાયટીની તરફથી રાહુલ લોઢા, પ્રણેય જૈન, રવિન્દ્ર શેની, રાહુલ સુરાણા, મંદિપસિંહ વઢેર, બાબુભાઈ હાજર રહ્યા હતા. આ કાર્યક્રમમાં આચાર્ય નગીનભાઈ, સી.આર.સી. જીતેશભાઈ, કર્મચારીઓ, એસ.એમ.સી. અધ્યક્ષ હરપાલસિંહ, સરપંચ દેવાભાઈએ ઉપસ્થિત રહી કાર્યક્રમ સફળ બનાવ્યો હતો.