- સંવિધાન હત્યા દિવસ-૨૫ જુન, ૧૯૭૫ : શિક્ષણમંત્રી કુબેરભાઈ ડીંડોરના અધ્યક્ષ સ્થાને પંડિત ડીન દયાલ ઓડીટોરીયમ હોલ, દાહોદ ખાતે બંધારણ પર કાળા ડાઘ સમાન કટોકટી લાદવાના ૫૦ વર્ષની ઉજવણી કરાઈ.
- ૨૫ જૂન ૧૯૭૫ ના રોજ દેશમાં તત્કાલીન સરકાર દ્વારા આંતરીક કટોકટી અમલમાં મુકીને કાયદાનો દુરઉપયોગ કરવામાં આવ્યો હતો. આજના યુવાઓ આપણા સંવિધાનને જાણે, સમજે તેમજ તેના મુલ્યોને સાચવીને અનુસરે તે જરૂરી છે. – શિક્ષણમંત્રી કુબેરભાઈ ડીંડોર.
૨૫ જૂન ૧૯૭૫ ના રોજ દેશમાં તત્કાલીન સરકાર દ્વારા આંતરીક કટોકટી અમલમાં મુકીને કાયદાનો દુરઉપયોગ કરવામાં આવ્યો હતો. આજથી બરાબર ૫૦ વર્ષ પહેલા દેશમાં તત્કાલીન સરકાર દ્વારા અમલમાં મુકવામાં આવેલ કટોકટી, કાયદાનો દુરુપયોગ અને તેનાથી થયેલ લોક અત્યાચારની યાદ અપાવવા રાજ્યભરમાં ઉજવાઈ રહેલ ‘સંવિધાન હત્યા દિવસ’ ની ઉજવણી અંતર્ગત શિક્ષણ મંત્રી કુબેરભાઈ ડીંડોરના અધ્યક્ષ સ્થાને પંડિત ડીન દયાલ ઓડીટોરીયમ હોલ, દાહોદ ખાતે બંધારણ પર કાળા ડાઘ સમાન કટોકટી લાદવાના ૫૦ વર્ષની ઉજવણી કરવામાં આવી હતી. કટોકટીના ૫૦ વર્ષની યાદમાં રાજયકક્ષાનો સંવિધાન હત્યા દિવસ કાર્યક્રમ ગાંધીનગર ટાઉન હોલ ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં યોજાયો હતો. જેનું ઉપસ્થિત સર્વેએ જીવંત પ્રસારણ નિહાળ્યું હતું.
શિક્ષણમંત્રી કુબેરભાઈ ડીંડોરએ જણાવ્યું હતું કે, ૨૫ જૂન ૧૯૭૫ ના રોજ દેશમાં તત્કાલીન સરકાર દ્વારા આંતરીક કટોકટી અમલમાં મુકીને કાયદાનો દુરઉપયોગ કરવામાં આવ્યો હતો. આજના યુવાઓ આપણા સંવિધાનને જાણે, સમજે તેમજ તેના મુલ્યોને સાચવીને અનુસરે તે જરૂરી છે. આજથી ૫૦ વર્ષ પહેલાં તત્કાલીન સરકાર દ્વારા બંધારણીય કટોકટી લાદીને બંધારણીય અધિકારો પર તરાપ મારવામાં આવી હતી. જેનો વિરોધ કરનાર અનેક મહાનુભાવો કે જેઓ બંધારણની રક્ષા કરવા માટે અવાજ ઉઠાવનાર એ તમામ લોક નેતાઓની ધરપકડ કરીને જેલને હવાલે કરવામાં આવ્યા હતા. એ ઘટનાક્રમની યાતનાને શબ્દો દ્વારા વર્ણવી શકાય એમ નથી.
સાંસદ જશવંતસિંહ ભાભોરએ કહ્યું હતું કે, બંધારણ માટે શહીદી વહોરનાર શહીદોને શ્રદ્ધાંજલિ આપવા આપણે ભેગા થયા છીએ એ સાથે આપણા બંધારણની જ જોગવાઈઓનો દુરુપયોગ કરીને જે તત્કાલીન સરકારે દેશમાં કટોકટી લાદવાનું કાર્ય કર્યું હતું. આ કટોકટીથી દેશમાં કેવી પરિસ્થિતિનું નિર્માણ થયું હતું અને લોકોને કેવી યાતનાઓ ભોગવવી પડી, અવાજ ઉઠાવનાર લોકોનો અવાજ પણ કેવી રીતે દબાવી દેવામાં આવ્યો હતો તેનું તાદ્રશ્ય વર્ણન કર્યું હતું.
બંધારણની આવી હાલત કરવાના દુઃખદ અને યાતનામય સમયગાળાને આવનારી પેઢી યાદ કરે અને ભારતીય લોકશાહીમાં બંધારણીય મૂલ્યોનું શું મહત્વ છે, તેના વિશે જાણે તે માટે વક્તા પરિમલ પાઠક દ્વારા કટોકટીકાળની વેદના અને સંવેદના અને જો આજે જો કટોકટી લાદવામાં આવે તો કેવી પરિસ્થિતિ સર્જાય એનો ચિતાર આપ્યો હતો.
આ અવસરે શિક્ષણમંત્રી કુબેરભાઈ ડીંડોર, સાંસદ જશવંતસિંહ ભાભોર, કલેક્ટર યોગેશ નિરગુડે, જિલ્લા પંચાયત પ્રમુખ કરણસિંહ ડામોર સહિતના મહાનુભાવો તેમજ ઉપસ્થિત સૌએ કટોકટી દરમિયાનની યાદોના સ્મરણોનું પ્રદર્શન કરતી ફિલ્મ નિહાળી હતી. એ સાથે વર્ચ્યુઅલ માધ્યમ થકી રજુ કરવામાં આવેલ નાટક પણ નિહાળ્યું હતું, જેમાં જે – તે સમયે કટોકટી અમલમાં મુકાતાં થયેલ સામાન્ય લોકોની પરિસ્થિતિનું તેમજ લોક વેદનાનું ચિત્ર રજુ કરવામાં આવ્યું હતું.
સંવિધાન હત્યા દિવસ નિમિતે યોજવામાં આવેલ આ પ્રસંગે વક્તા પરિમલ પાઠક, પ્રાંત અધિકારી મિલિન્દ દવે, પ્રાંત યુવા વિકાસ અધિકારી જીગ્નેશ ડાભી, નગરપાલિકા ઉપપ્રમુખસુ શ્રદ્ધા ભડંગ, પૂર્વ પાલિકા પ્રમુખ રીના પંચાલ સહિત અન્ય અધિકારીઓ તેમજ વિદ્યાર્થીઓ તેમજ નાગરીકો ઉપસ્થિત રહ્યા હતા.