Editorial Desk
દાહોદ જિલ્લા સરકારી શ્રમ અધિકારી ધ્વારા બાળ મજુરી નાબુદ કરવાના ધ્યેય સાથે જિલ્લામાં સરકારશ્રી ધ્વારા નિયુકત થયેલ ટાસ્ક ફોર્સના સભ્યો ધ્વરા શ્રી જી.બી.બારીઆ ઇ.ચા.સરકારી શ્રમઅધિકારી, દાહોદની રાહબરી હેઠળ બાળ શ્રમયોગીઓને કામ પરથી મુકત કરાવવા માટે તા.૧૮-૨-૨૦૧૬ ના રોજ દાહોદ અને ગરબાડા ખાતે આકસ્મિક દરોડાની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ હતી .જેમાં માલિક શ્રીભાભોર મનુભાઇ વરસીંગભાઇ ગુરુકૃપા ટી.સ્ટોલ (ચા ની લારી) ગરબાડા રોડ, દાહોદ ખાતેથી એક બાળશ્રમિકને કામ ઉપરથી મુકત કરાવીને.બાળશ્રમયોગીને ઓબ્ઝવેશન સહ ચિલ્ડ્રન હોમ દાહોદને સોપવામાં આવેલ છે. આમ બાળશ્રમિક ને કામ પરથી મુકત કરાવેલ છે. અને સંસ્થાના માલિક સામે ફોજદારી પગલાં લેવાની કાર્યવાહી શરુ કરવામાં આવી રહેલ છે. આ સમગ્ર કાર્યવાહીમાં શ્રી જી.બી.બારીઆ ઇ.ચા.સરકારી શ્રમ અધિકારી દાહોદ અને પોલીસ ખાતાના તથા અન્ય ખાતાના અધિકારીઓ એ ભાગ લીધો હતો. આ ખાતા ધ્વારા સઘન રીતે આ પ્રકારની કાર્યવાહી ચાલુ રાખવામાં આવશે તેમ સરકારી શ્રમ અધિકારી,દાહોદ કચેરી ધ્વારા એક અખબારી યાદીમાં જણાવવામાં આવ્યુ છે.