NewsTok24 – Sabir Bhabhor – Fatepura
ગુજરાત સરકાર દ્રારા આદિવાસી વિસ્તાર મા શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટી સ્થાપવાની જાહેરાત બાદ હાલ આ યુનિવર્સિટી ગોધરા ખાતે શરુ કરવામા આવી છે જેના વિરોધ મા કોંગ્રેસ ના માજી.સાંસદ ડૉ.પ્રભાબેન તાવિયાડ, વજેસિંહ પી. પણદા. ધારાસભ્ય-દાહોદ , ડૉ.કિશોરભાઈ તાવિયાડ, ઘન્શયામભાઈ મછાર, રજ્જાકભાઈ પટેલ તથા અન્ય કોંગ્રેસ ના કાર્યકર્તા અને આદિવાસી વિસ્તાર માંથી ગ્રામજનો એ ફતેપુરા નગર મા ઢોલ નગારા સાથે રેલી કાઢી હતી .
જેમા શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટી નુ વડુ મથક આદિવાસી વિસ્તાર મા સ્થાપવા ની માંગ સાથે અન્ય મુદ્દા જેવા કે (1) ખેડુતો ને કડાણા તથા નર્મદા નુ પાણી પુરુ પાડવુ.(2) જંગલ ની જમીન ની સનદો સોંપવી. (3) શિક્ષિત બેરોજગારો નોકરી અને બેકલોગ ની જગ્યા ભરવા. (4) સસ્તા અનાજ ની દુકાને થી પુરતો જથ્થો આપવા તેમજ ઓછા અને અનિયમિત વરસાદ ના લીધે પાક નિષ્ફળ જવાથી અછત જાહેર કરવાની માંગ સાથે રાજ્યપાલ ને સંબોધી ને ફતેપુરા મામલતદાર ને આવેદનપત્ર આપવામા આવ્યુ હતુ.